Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

GST કલેકશનમાં ઘટાડો

મેનું કલેકશન રૂ. ૯૪૦૧૬ કરોડ : એપ્રિલનું હતું ૧ લાખ કરોડ

નવી દિલ્હી તા. ૨ : મે માસમાં કુલ જીએસટી કલેકશન ૯૪,૦૧૬ કરોડ રૂપિયા રહ્યું. નાણાં મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર મે મહિનાનું જીએસટી કલેકશન એપ્રિલની સરખામણીએ ઓછું રહ્યું હતું. એપ્રિલમાં કલેકશન વધારે હોવાથી યર એન્ડ ઈફેકટ રહી. જો કે દરેક મહિનાનું જીએસટીનું સરેરાશ કલેકશન જોવામાં આવે તો આ ગત નાણાકીય વર્ષની તુલનામાં વધારે રહ્યું. ગત નાણાકીય વર્ષમાં દરેક મહિને સરેરાશ ૮૯,૮૮૫ કરોડ રૂપિયાનો રેવન્યૂ જીએસટી મળ્યો. જયારે મે મહિનાની રેવન્યૂ ૯૪,૦૧૬ કરોડ રૂપિયા નોંધવામાં આવી.

પ્રાપ્ત માહિતી અનુસાર મે ૨૦૧૮ની ગ્રોસ જીએસટી રેવન્યૂ કલેકશન ૯૪,૦૧૬ કરોડ રૂપિયા રહી. આમાં સીજીએસટીથી ૧૫,૮૬૬ કરોડ, એસજીએસટીથી ૨૧,૬૯૧ કરોડ, આઈજીએસટીથી ૪૯,૧૨૦ કરોડ અને સેસથી ૭,૩૩૯ કરોડ રૂપિયા પ્રાપ્ત થયા હતા. આપને જણાવી દઈએ કે એપ્રિલમાં જીએસટી કલેકશન ૧,૦૩,૪૫૮ કરોડ રૂપીયા રહ્યું. પ્રથમવાર જીએસટી કલેકશન એક લાખ કરોડની પાર પહોંચ્યું હતું. દેશભરમાં જીએસટી ૧ જૂલાઈ ૨૦૧૭દ્મક લાગુ થઈ ગયું છે.

એપ્રિલ મહિનામાં ૩૧ મે ૨૦૧૮ ના સમયગાળા માટે ફાઈલ કરવામાં આવેલા જીએસટીઆર ૩ઊંક રીટર્નના આંકડા ૬૨.૪૭ લાખ જેટલા રહ્યા. માર્ચમાં ૩૦ તારીખ સુધીના સમયગાળા માટે ૬૦.૪૭ લાખ રિટર્ન ફાઈલ કરવામાં આવ્યા હતા. મે ૨૦૧૮માં સેટલમેન્ટ થયા બાદ કેન્દ્ર સરકાર અને રાજયોને મળેલી કુલ રેવન્યૂ સીજીએસટી માટે ૨૮,૭૯૭ કરોડ અને એસજીએસટી માટે ૩૪,૦૨૦ કરોડ રૂપીયા રહ્યો.

પ્રાપ્ત માહિતી અનુસાર ૨૯ મે ૨૦૧૮ સુધી માર્ચ ૨૦૧૮ માટે રાજયોને ૬,૬૯૬ કરોડ રૂપીયાના જીએસટી કમ્પન્સેશન જાહેર કરવામાં આવ્યા. આ પ્રકારે નાણાકિય વર્ષ ૨૦૧૭-૧૮ સુધીમાં રાજયોને કુલ જીએસટી કમ્પન્સેશન ૪૭,૮૪૪ કરોડ રૂપીયા જાહેર કરવામાં આવ્યા હતા.(૨૧.૪)

(10:04 am IST)