Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

બુધવારે કુમારસ્વામીની કેબિનેટનું થશે વિસ્તરણ: બન્ને પક્ષ સાથે મળીને લોકસભાની ચૂંટણી લડશે

કોંગ્રેસ પાસે ગૃહ, સિંચાઇ, બેંગલુરૂ ડેવલોપમેન્ટ, ઉદ્યોગ તથા શુગર ઈન્ડસ્ટ્રીજ, સ્વાસ્થ્ય, મહેસૂલ, સમાજ કલ્યાણ, મહિલા તથા બાળ વિકાસ જેવા 22 મંત્રાલયો રહેશે

બેંગલુરૂઃ કર્ણાટકમાં કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર બન્યા બાદ આખરે કેબિનેટ વિસ્તારને સમજૂતી થઇ છે કોંગ્રેસના પ્રવક્તા કેસી વેણુગોપાલે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે, કુમારસ્વામી બુધવારે બપોરે 2 કલાક બાદ કેબિનેટનો વિસ્તાર કરશે

  મુખ્યપ્રધાન એચડી કુમારસ્વામીનું કહેવું છે કે, ઘણી બેઠકો બાદ સહમતિથી તમામ વસ્તુ નક્કી થઇ છે ગઠબંધનના બંન્ને સહયોગિઓ કોંગ્રેસ અને જેડીએસની વચ્ચે રાજ્ય મંત્રિમંડળમાં વિભાગોની વહેંચણીના મામલાનો ઉકેલ આવી ગયો છે. મુખ્ય રૂપથી કોંગ્રેસ ગૃહ વિભાગ અને જેડીએસ નાણા મંત્રાલય પોતાની પાસે રાખવા પર સહમત થઈ ગયા છે

  પ્રેસ કોન્ફરન્સમાં વેણુગોપાલે જણાવ્યું કે, બંન્ને પાર્ટી વચ્ચે વાતચીત બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટમાં કોંગ્રેસના ભાગમાં ગૃહ, સિંચાઇ, બેંગલુરૂ ડેવલોપમેન્ટ, ઉદ્યોગ તથા શુગર ઈન્ડસ્ટ્રીજ, સ્વાસ્થ્ય, મહેસૂલ, સમાજ કલ્યાણ, મહિલા તથા બાળ વિકાસ જેવા 22 મંત્રાલયો રહેશે

   વેણુગોપાલે કહ્યું કે, માહિતી પ્રસારણ, ઈન્ટલિજન્સ બ્યૂરો, નાણું અને જકાત, પીડબલ્યૂડી, ઉર્જા, પર્યટન, કોર્પોરેશન, શિક્ષણ તથા મેડિકલ શિક્ષા, પશુપાલન, બગીચા, લઘુ ઉદ્યોગ, પરિવહન સહિતના 12 વિભાગો જેડીએસને મળ્યા છે

  કોંગ્રેસ નેતા વેણુગોપાલે જણાવ્યું કે, કોંગ્રેસ અને જેડીએસ મળીને 2019ની સામાન્ય ચૂંટણી લડશે. મહત્વનું છે કે, રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બાદ ચાલેલા રાજકીય નાટર અને સુપ્રીમના હસ્તક્ષેપ બાદ જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ 23 મેએ કર્ણાટકના મુખ્યપ્રધાનના રૂપમાં શપથ લીધા હતા. કોંગ્રેસ-જેડીએસે 25 મેએ ગૃહમાં બહુમત સાબિત કર્યો હતો. ત્યારબાદ સરકારની રચનાની ચર્ચા જારી હતી

twitter video link : https://twitter.com/ANI/status/1002522249717473280

 

(12:00 am IST)