Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કેન્દ્રીય મંત્રી રાઠોડની #FitnessChallenge ફિટનેસ ચેલેન્જ સ્વીકારીને પોસ્ટ કર્યો પોતાનો કસરત કરતો વિડીયો : #HumFitTohIndiaFit નો મંત્ર સહુને અપનાવવા ક્રર્યો અનુરોધ : મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવણીસને #FitnessChallenge માટે આપી ચેલેન્જ

'હમ ફિટ તો ઈન્ડિયા ફિટ'. કેન્દ્રીય ખેલ મંત્રી રાજ્યવર્ધન સિંહ રાઠોડે 22 મેએ આ અભિયાનની શરૂઆત કરી હતી તેમણે પોતાનો પૂશઅપ્સ કરતો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો અને દેશને ફિટનેસ મંત્ર આપ્યો હતો. આ વીડિયોમાં રાઠોડે વિરાટ કોહલી, સાયના નહેવાલ રિતિક રોશને ફિટનેસ ચેલેન્જ આપી હતી.ત્યારબાદ આ અભિયાન રૂપે  આખા દેશમાં ફેલાઇ ગઈ હતી. રાજનેતા, અભિનેતા, ક્રિકેટરો, સ્પોર્ટસ પર્સન સહિત સામાન્ય લોકોએ પણ આ મુહિમમાં ઉત્સાહભેર ભાગ લઈને પોતાના વીડિયો શેર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ પોતાના મનની વાતમાં પણ આનો ઉલ્લેખ કર્યો હતો અને ફિટનેસનું મહત્વ સમજાવ્યું હતું.

 આજે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ હમ ફિટ તો ઇન્ડિયા ફિટ ચેલેન્જ સ્વીકારી છે અને પોતાનો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં સીએમ વિજય રૂપાણી ટ્રેડ વ્હીલ પર દોડતા,  યોગા કરતા જોવા મળે છે. સીએમે પોતાના વીડિયોમાં ફિટનેસનું મહત્વ પણ સમજાવ્યું છે. આ સાથે તેમણે મહારાષ્ટ્રના મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસને ફિટનેસ ચેલેન્જ આપી છે.

(12:48 pm IST)