Gujarati News

Gujarati News

News of Saturday, 2nd June 2018

ગોવિંદા સ્‍ટાઇલથી ડાન્‍સ કરતા અંકલનો વીડિયો પ્રિયા વારિયરની જેમ સોશ્યલ મીડિયામાં વાયરલ

મુંબઇઃ સોશિયલ મીડિયા પર હાલમાં એક વીડિયો વાઇરલ થયો છે જે વીડિયો છે. જે વીડિયો એક લગ્ન પ્રસંગ સમયનો છે. લગ્નની સંગીત સંધ્યામાં એક અંકલ અને આંટી ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયોમાં અંકલની ડાન્સિંગ સ્ટાઇલનાં ભરપેટ વખાણ થઇ રહ્યાં છે. મે સે ના મીના સે ના સાકી સે... આ સોન્ગ પર ડાન્સ કરે છે. આ ફિલ્મનું નામ છે 'ખુદગર્ઝ'.

આ ફિલ્મમાં ગોવિંદા અને નિલમ જોવા મળે છે. આ સોન્ગ એક સમયનું સુપર હિટ સોન્ગ હતું અને તે સોન્ગ પર આ અંકલનો ડાન્સ દિલ ખુશ કરી દેનારો છે.  

અંકલનો બીજો Video પણ વાયરલ, 'ચઢતી જવાની' પર કર્યો જોરદાર ડાન્સ

અંકલ સોશિયલ મીડિયા પર છવાઇ ગયા છે. અત્યારે બધા તેમને શેર કરી રહ્યાં છે. પહેલા તેમણે ફિલ્મ ખુદગર્જનું ગીત 'આપ કે આ જાને સે' પર ડાન્સ કર્યો હતો. એક જ દિવસમાં લાખો લોકોએ તેમનો વીડિયો જોયો અને શેર કર્યો હતો.

અંકલનો ગોવિંદા સ્ટાઇલ લોકોને ઘણો ગમી રહ્યો છે. હવે આ અંકલનો બીજો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં તે આંટી સાથે 'ચઢતી જવાની' ગીત પર પરફોર્મ કરતાં દેખાય છે.

વીડિયોમાં દેખાય છે કે અંકલ ડાંસ કરી રહ્યાં છે અને તેમની જોડે આંટી પણ ડાન્સ કરી રહ્યાં છે. કોઇ કાર્યક્રમમાં તેમના મિત્રો અને સંબંધીઓએ આ ડાન્સને કેમેરામાં કેદ કરી લીધા છે.

(10:11 am IST)