Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

સિમલામાં મળ્યા એક જૂના ઝાડના અવશેષઃ ડાયનાસોર કાળના હોવાનું અનુમાન

         સિમલા (હિમાચલ પ્રદેશ) ના મડાપથ્થર વિસ્તારમાં એક જૂના ઝાડના અવશેષ મળ્યા છે. હિમાચલ પ્રદેશ રાજય સંગ્રહાલયના કયુરેટર  હરીશ ચૌહાણએ કહ્યું છે કે આ અવશેષ મિસોજોઇક કાળ (૬.૭-રપ કરોડ વર્ષ પહેલા ) ના લાગી રહ્યા છે. અને આ પર શોધ કરવામા આવશે. મિસોજોઇક કાળ દરમ્યાન જ ડાયનાસોર અસ્તિત્વમાં હતા.

(11:43 pm IST)