Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

હિમમાનવ યેતીની કથાઃ દંત કથાનું પાત્ર વારંવાર 'જીવંત' થાય છે

હિમાલયમાં ધ્રુવીય રીંછના પુરાવા ટકે તેમ નથી, છતાં સંશોધન ચાલુ રહેશેઃ વૈશ્વિક મીડિયા માટે 'યેતી' રસનો વિષય

તમે હિમાલયમાં જાતે ન જાવ તો પણ યેતી કેવો લાગતો હશે તેની કલ્પના કરી શકો છો. સ્કૂબી ડૂથી માંડીને ડોકટર વ્હૂ, ટીનટીન અને મોન્સ્ટર્સ જેવી ફિલ્મો, સીરિયલો અને ગેમ્સમાં તમે 'વિચિત્ર હિમમાનવ' જોતા આવ્યા છો.

પ્રચલિત માન્યતા પ્રમાણે યેતી બહુ વિશાળ કદનો, તોતિંગ પંજા ધરાવતો તથા લાંબા ધારદાર દાંત ધરાવતો હિમમાનવ છે.

તેના શરીર પરની રુંવાટી કાંતો ભૂખરી કે સફેદ હોય છે. બરફના પહાડોમાં તે એકલો ઘૂમતો હોય અને આપણા વિસરાઇ ગયેલા ભૂતકાળની યાદ અપાવતો હોય તેવું વર્ણન યેતી વિશે થતું રહે છે.

આવી વાતો અને કલ્પનાઓ સિવાય આ દંતકથાના પાત્રની બીજી કોઈ સત્યતા ખરી? છેલ્લાં થોડાં વર્ષોમાં આધુનિક જિનેટિકસને પણ યેતીની શોધની દિશામાં કામે લગાડાયું છે.

તેના કારણે કદાચ આપણે આ રહસ્ય ઉકેલી શકીશું.

વાનર-મનુષ્ય વિશેની આવી દ્યણી કલ્પનાઓમાં એક યેતી પણ છે.

વિશ્વના અન્ય દેશોમાં બિગફૂટ અને સેસ્કવાઙ્ખચની માન્યતાઓ પણ પ્રચલિત છે, પણ આ લેખમાં માત્ર યેતીની વાત કરીશું.

યેતીની કલ્પનાનાં મૂળિયાં લોકકથાઓમાં રહેલાં છે. આ પાત્રને પૌરાણિક માનવામાં આવે છે અને શેરપાઓની દંતકથાઓ અને ઇતિહાસનો તે અગત્યનો ભાગ છે.

પૂર્વ નેપાળમાં ૧૨,૦૦૦ ફૂટથી વધુની ઊંચાઈએ પહાડો વચ્ચે શેરપાઓ વસેલા છે.

શેરપા અને યેતીની દંતકથાઓ વિશેના પોતાના પુસ્તકમાં શિવ ઢકાલે આવી ૧૨ લોકકથાઓ એકઠી કરી છે.

આ બધી જ કથાઓમાં યેતીને ખતરનાક માનવામાં આવ્યો છે.

'યેતીનો નાશ' એવી એક કથામાં શેરપાઓને ત્રાસ આપતા યેતીઓના એક જૂથ સામે વેર વાળવાની વાત આવે છે.

તેઓ દારૂ પીવાનો અને પછી અંદરોઅંદર લડવાનો દેખાવ કરે છે.

તે જોઈને યેતીઓ પણ પ્રેરાય અને અંદરોઅંદર લડી મરે તેવું કથામાં વર્ણન આવે છે. આ રીતે અંદરોઅંદર લડી મર્યા પછી બચી ગયેલા યેતી પણ બદલો લેવાની પ્રતિજ્ઞા કરે છે.

તેઓ વધુ ઊંચા પર્વતોમાં જતા રહે છે અને પછી ત્યાંથી હુમલા કરતા રહે છે.

અન્ય એક કથામાં યેતી એક સ્થાનિક કન્યા પર બળાત્કાર કરે છે. તે કન્યાની તબિયત બાદમાં લથડે છે.

ત્રીજી કથામાં એવું વર્ણન છે કે સૂરજ ઉપર ચડતો જાય તેમ યેતીની કાયા વિશાળ બનતી જાય છે.

કોઈ મનુષ્યની નજર તે યેતી પર પડે તો તેની શકિત હણાઈ જાય અને બેભાન થઈ જાય.

આમ છતાં યેતીની વાતો બંધ થતી જ નથી

૨૦૧૧માં રશિયન સાહસિકોની આગેવાનીમાં સાહસયાત્રા અને બાદમાં કાઙ્ખન્ફરન્સ યોજાઈ હતી. તેમાં પણ એવો દાવો કરાયો હતો કે તેમની પાસે યેતીના અસ્તિત્વના 'નકારી ન શકાય તેવા પુરાવાઓ' છે.

જોકે, રશિયામાં જ જન્મેલા ડાઇનેટ્સ કહે છે કે તે એક પબ્લિસિટી સ્ટંટ હતો, કેમ કે કોઈ નક્કર પુરાવા મળ્યા નહોતા. હકીકતમાં બહારથી આવતા લોકોને ગેરમાર્ગે દોરવાની પરંપરાનો જ તે એક હિસ્સો હતો.

ડાઇનેટ્સ કહે છે, 'છેલ્લાં વીસેક વર્ષોથી શહેરના બૌદ્ઘિકોમાં ઉનાળામાં યેતીની શોધમાં નીકળી પડવું તે સમય પસાર કરવા માટેનું એક ઉત્તમ બહાનું બની ગયું છે.'

'તેના કારણે એવું થયું છે કે તાજિકિસ્તાન અને કિર્ગિસ્તાનના પહાડોમાં લગભગ દરેક ગામમાં એક જણ એવો મળી આવે જેણે યેતી જોયો હોય. તેનું કામ પ્રવાસીઓને જાતભાતની કથાઓ કહેવાનું હોય છે.'

'તેમને દૂરની ખીણમાં જયાં યેતી મળવાની શકયતા હોય ત્યાં લઈ જવાની વાત કરવાની અને તેમના ગાઇડ તરીકે સારી એવી કમાણી કરી લેવાની જ વાત હોય છે.'

સાર એ છે કે હિમાલયમાં કોઈ અજાણ્યું પ્રાણી રહેતું હોય તેવા કોઈ પુરાવા નથી. આવું કોઈ પ્રાણી પહાડોમાં રહી ના શકે તેમ માનવાનાં બહુ બધાં કારણો પણ છે.

હિમાલયમાં ધ્રૂવીય રીંછ રહેતાં હોય તેવા પુરાવા પણ ટકી શકે તેવા નથી. દંતકથામાં રીંછ હશે ખરાં, પણ તે કદાચ બ્રાઉન બેઅર, ભૂરા રીંછ હોય છે, જે એશિયામાં આમ પણ સામાન્ય રીતે જોવા મળે છે.

બાર્નેટ માને છે કે ભૂરા રીંછ જેવાં પ્રાણીઓને ખોટી રીતે યેતી માની લેવાને કારણે આવી વાતો વધારે ચાલે છે. બીજું કે અજાણ્યા પ્રાણીઓ વિશે મોટી મોટી વાતો કરવાની વૃત્તિ પણ મનુષ્યોમાં હોય છે.

જોકે, તેના કારણે યેતીની શોધખોળ અટકી પડશે તેવું લાગતું નથી.

બાર્નેટ કહે છે, 'આજ સુધીમાં કયારેય પુરાવા મળ્યા નથી તે હકીકત હોવા છતાં લોકો શોધખોળ બંધ કરી દેશે તેવું જરૂરી નથી.'

લોકોને દંતકથાઓ અને પરિકથાઓમાં રસ પડતો રહેશે ત્યાં સુધી આપણે યેતીને ભૂલી શકીશું નહી.

(3:26 pm IST)