Gujarati News

Gujarati News

News of Thursday, 2nd May 2019

ભાજપ ૨૩૦ સીટો જીતશે તો પણ મોદીનું પીએમ બનવું મુશ્કેલ

એક ઇન્ટરવ્યુમાં સુબ્રમણ્યમ સ્વામીએ આપ્યું નિવેદન : નિતીન ગડકરીને પીએમના પદ માટેનો ગણાવ્યો વિકલ્પ

નવી દિલ્હી તા. ૨ : બીજેપીના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ એ વાતનો ઈશારો કર્યો છે કે લોકસભા ચૂંટણી બાદ શીર્ષ નેતૃત્વમા બદલાવ સંભવ છે. સ્વામીના જણાવ્યા મુજબ, બની શકે છે કે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન ન બને અને તેની જગ્યાએ નીતિન ગડકરી પણ યોગ્ય વિકલ્પ હોય શકે છે. જોકે આ ચૂંટણી ના પરિણામ પર નિર્ભર રહેશે.

ઙ્ગહફ પોસ્ટ ઇન્ડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં સ્વામીએ ઈશારો કર્યો છે કે જો બીજેપીને ૨૩૦ અથવા તેનાથી ઓછી સીટો મળે તો બની શકે છે કે નરેન્દ્ર મોદી બીજી વાર વડાપ્રધાન ન બને. તેઓએ કહ્યું કે બીજેપી ૨૩૦ અથવા ૨૨૦ સીટો જીતે છે અને એનડીએના સહયોગીઓને ૩૦ સીટો મળી જાય તો આ આંકડો ૨૫૦ સુધી પહોંચી જશે, પરંતુ તેમ છતાં પણ અમને ૩૦ સીટોની જરૂરીયાત રહેશે. તે એનડીએના અન્ય સહયોગીઓ પર નિર્ભર કરશે. અમને ૩૦ કે ૪૦ સીટોનું સમર્થન આપતા દળ મનાઈ કરે છે તો અમે તેમને સ્વીકાર કરી શકીએ નહી.

સ્વામીના જણાવ્યા મુજબ,મોદીની જગ્યાએ નીતિન ગડકરી વડાપ્રધાન પદ માટે વિકલ્પ હોય શકે છે.તેઓએ કહ્યું જો એવું હોય છે તો એ પણ યોગ્ય રહેશે. ગડકરીને મોદીની જેમ સારા વ્યકિત ગણાવીને તેઓએ કહ્યું કે તેઓ પીએમ પદના પાત્ર છે. માયાવતીને સાથ લાવવા પર સ્વામીએ કહ્યું કે માયાવતીએ હજુ તેમની ઈચ્છા વ્યકત કરી નથી. ઉત્તરપ્રદેશમાં બસપા, બીજેપી વિરુદ્ઘ લડી રહી છે. એવામાં માયાવતી સાથે કેવી રીતે સાથે આવશે આ સવાલ પર સ્વામીએ કહ્યું કે બસપા સામેલ થઇ શકે છે અને જો તેઓ નેતૃત્વમાં બદલાવ ઈચ્છે છે તો મને તેના પર કોઈ સમસ્યા નથી.

(3:19 pm IST)