Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

અલીગઢ મુસ્લિમ યુનિ,માં ઝીણાની તસ્વીર મામલે ધમાલ :વિદ્યાર્થીઓએ પૂતળું ફૂંકવા પ્રયાસ પોલીસ અને વિદ્યાર્થીઓ વચ્ચે ઝપાઝપી :ડઝન છાત્રો ઘાયલ :પૂર્વ ઉપરાષ્ટ્રપતિનો કાર્યક્રમ રદ્દ

અલીગઢ: અલીગઢ મુસ્લિમ વિશ્વવિદ્યાલયમાં પાકિસ્તાનના સંસ્થાપક મોહમ્મદ અલી ઝીણાની તસવીર લગાવવા મામલે ધમાલ મચી જવા પામી છે દેશભરમાં થયેલી ટીકા બાદ યુનિવર્સિટીએ સફાઈ કરવાના બહાને તસવીરને વિદ્યાર્થી સંઘ ભવનમાંથી હટાવી લીધી છે બીજી તરફ યુનિવર્સિટીના પ્રાંગણની પાસે તમામ વિદ્યાર્થીઓ અને હિંદુવાદી સંગંઠનોએ ઉગ્ર પ્રદર્શન કર્યું હતું

   પ્રાંગણની બહાર ઉગ્ર વિદ્યાર્થીઓએ ઝીણાનું પૂતળું પણ બાળ્યું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝપાઝપી પણ થી. તે પછી પોલીસે બેકાબુ ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ છોડ્યા. દરમિયાન 12થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે.

   વિદ્યાર્થી સંઘ ભવનમાં ઝીણાની તસવીર લગાવવાના વિરોધમાં યુનિર્વસિટી કેમ્પસની પાસે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ પ્રદર્શન કર્યું. દરમિયાન જ્યારે હિંદુ યુવા વાહિનીના કાર્યકર્તાઓએ વિદ્યાર્થી સંઘ ભવન તરફ કૂચ યોજી તો યુનિવર્સિટીના અધિકારીઓએ તેમને ત્યાં જવાની મંજૂરી આપી. તેનાથી પ્રદર્શનકારીઓ રોષે ભરાયા.તે પછી પ્રદર્શનકારીઓએ અહીં મોહમ્મદ અલી ઝીણાનું પૂતળું ફૂંકવાનો પ્રયાસ કર્યો અને જ્યારે પોલીસે તેમને રોકવાનો પ્રયાસ કર્યો તો અથડામણ થઈ હતી વિવાદ વધતો જોઈ પોલીસે મોરચો સંભાળતા પ્રદર્શનકારીઓને બળપૂર્વક ત્યાંથી હટાવવાનો પ્રયાસ કર્યો. દરમિયાન પોલીસે બેકાબુ ભીડને નિયંત્રિત કરવા માટે લાઠીચાર્જ કર્યો અને ટીયરગેસના સેલ પણ છોડ્યા. દરમિયાન 12થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. હાલ વિદ્યાર્થીઓની સારવાર ચાલી રહી છે.

   તો ઉગ્ર પ્રદર્શનોની જાણકારી મળ્યા બાદ યુનિવર્સિટીના વિદ્યાર્થી સંઘ ભવનમાં પૂર્વ ઉપરાષ્ટ્રપતિ હામિદ અંસારીનો કાર્યક્રમ રદ કરી દેવાયો. હકીકતમાં, હામિદ અંસારી બુધવારે બપોરે યુનિવર્સિટીના એક કાર્યક્રમમાં ભાગ લેવાના હતા, જેના માટે તેઓ અલીગઢ પહોંચ્યા હતા. કાર્યક્રમમાં હામિદ અંસારીને અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘના આજીવન માનદ સભ્ય બનાવવામાં આવનારા હતા. કાર્યક્રમ દરમિયાન યુનિવર્સિટીમાં થયેલા વિરોધ પ્રદર્શનો બાદ સમારંભને રદ કરી દેવાયો, જે પછી હામિદ અંસારી કાર્યક્રમમાં ભાગ લીધા વિના પાછા દિલ્લી જવા નીકળી ગયા.

(12:06 am IST)