Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

‘‘શ્રી દ્વારકામાઇ'': યુ.એસ.ના ઇલિનોઇસમાં આવેલુ નોનપ્રોફિટ ધાર્મિક સેન્‍ટરઃ ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ સેન્‍ટરની ૧૨મી વાર્ષિક જયંતિ પ્રસંગે સાંઇ પાલખી ઉત્‍સવ, સાંઇ રેઇનબો ૨૦૧૮, સાંસ્‍કૃતિક કાર્યક્રમો તથા સાંઇ સમાધિ શતાબ્‍દિ ઉત્‍સવ ઉજવાયો

ઇલિનોઇસઃ ‘‘શ્રી દ્વારકામાઇ'' યુ.એસ.માં આઇઝન હોવર જુનિયર હાઇસ્‍કૂલ, ૮૦૦, હાસેલ રોડ, હોફમેન એસ્‍ટેટસ, ઇલિનોઇસ મુકામે આવેલા નોનપ્રોફિટ ધાર્મિક આસ્‍થાના કેન્‍દ્ર તેવા શ્રી દ્વારકામાઇની ૧૨મી વાર્ષિક જયંતિ ૧૪ એપ્રિલ ૨૦૧૮ના રોજ સાંજે પ વાગ્‍યાથી રાત્રિના ૧૦-૩૦ વાગ્‍યા દરમિયાન ઉજવાઇ ગઇ.

ભારે ઉત્‍સાહ તથા ઉમંગપૂર્વક ઉજવાયેલા આ ઉત્‍સવમાં શ્રી સાંઇ પાલખી ઉત્‍સવ, સાંઇ રેઇનબો ૨૦૧૮, સાંસ્‍કૃતિક કાર્યક્રમો, તથા સાંઇ સમાધી શતાબ્‍દિ ઉત્‍સવનો સમાવેશ થતો હતો જેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા.

આ પ્રસંગે પૂજારીઓને ભોજન ગ્રાસ, તથા બ્રાહ્મણો પૂજારીઓને ભોજન કરાવાયું હતું. ભારત તથા અમેરિકાના રાષ્‍ટ્રગીતનું ગાન કરાયુ હતું. ભારતના રાજદૂત શ્રી બિરબલ આનંદએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતું. ગણેશ તથા સરસ્‍વતી સ્‍તુતિના ગાન કરાયા હતા. દેશભક્‍તિ સભર ગીતો સાથે કલાસિકલ ડાન્‍સ યોજાયા હતા. ભરત નાટયમ, નટરાજ ડાન્‍સ, કથ્‍થક, હિયહોય, બોલીવુડ ફયુઝન ડાન્‍સ, ફોક ડાન્‍સ, સહિતના પ્રોગ્રામો બાદ મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

શ્રી દ્વારકામાઇ ધાર્મિક કેન્‍દ્રમાં નિયમિત ધાર્મિક તથા આધ્‍યાત્‍મિ કાર્યક્રમો યોજાય છે. વેદો વિષે આખ્‍યાનો થાય છે. ઉપરાંત હેલ્‍થ,મેડીટેશન, યોગા, બાળકો માટે પ્રવૃતિ, સહિતના નિયમિત કાર્યક્રમો થાય છે તેવું શ્રી સુરેશ તથા સુશ્રી ઉષા બોડીવાલાની યાદી જણાવે છે.

(10:03 pm IST)