Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વધુ અભ્‍યાસ માટે અમેરિકા આવતા વિદ્યાર્થીઓમાં અડધોઅડધ જેટલો હિસ્‍સો ચીન તથા ભારતના વિદ્યાર્થીઓનોઃ સાડા ત્રણ લાખ સ્‍ટુડન્‍ટસ સાથે ચીન પ્રથમ ક્રમે તથા બે લાખ જેટલા વિદ્યાર્થીઓ સાથે ભારત બીજા ક્રમેઃ યુ.એસ.હોમલેન્‍ડ સિકયુરીટીનો રિપોર્ટ

વોશીંગ્‍ટનઃ યુ.એસ.ઇમિગ્રેશન એન્‍ડ કસ્‍ટમ્‍સ એન્‍ફોર્સમેન્‍ટસ હોમલેન્‍ડ સિકયુરીટી ઇન્‍વેસ્‍ટીગેશનએ તાજેતરમાં બહાર પાડેલા રિપોર્ટમાં અપાયેલી માહિતિ મુજબ અમેરિકાની યુનિવર્સિટીઓમાં અભ્‍યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓમાં ૭૭ ટકા એશિયન છે જેમાં ચીન તથા ભારતના સ્‍ટુડન્‍ટસ અગ્રકમે છે.

રિપોર્ટમાં દર્શાવાયા મુજબ વિદેશી વિદ્યાર્થીઓની કુલ સંખ્‍યા પૈકી ૪૯ ટકા સંખ્‍યા ચીન તથા ભારતના વિદ્યાર્થીઓની છે. જેઓ એકેડેમિક અભ્‍યાસ માટે F-1 તથા વોકેશ્‍નલ કોર્સ માટે M-1 વીઝા મેળવી અમેરિકા આવે છે. આ વિદ્યાર્થીઓમાં ચીનના વિદ્યાર્થીઓની સંખ્‍યા સાડા ત્રણ લાખ જેટલી તથા ભારતના સ્‍ટુડન્‍ટસની સંખ્‍યા બે લાખ ઉપર થવા જાય છે.

જો કે એક સર્વેમાં એવું પણ જાણવા મળ્‍યુ છે. કે એશિયામાંથી આવતા સ્‍ટુડન્‍ટસની સંખ્‍યામાં મામૂલી ઘટાડો નોંધાયો છે.

(9:59 pm IST)