Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

‘‘મીટ એન્‍ડ ગ્રીટ'': યુ.એસ.ના ન્‍યુજર્સીમાં OFBJP તથા TVAsiaના સંયુક્‍ત ઉપક્રમે ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ યોજાઇ ગયેલો કાર્યક્રમઃ ભારતથી આવેલા ભાજપ રાષ્‍ટ્રિય પ્રવકતા શ્રી સુધાંશુ ત્રિવેદીએ મોદી સરકારની કામગીરીનો અહેવાલ આપ્‍યો

 

(દિપ્તીબેન જાની દ્વારા) ન્‍યુજર્સીઃ તાજેતરમાં ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ OFBJP તથા TVAsia ના સંયુક્‍ત ઉપક્રમે TVAsia ઓડીટોરીયમ, એડિસન ન્‍યુજર્સી મુકામે ‘‘મીટ એન્‍ડ ગ્રીટ'' પ્રોગ્રામ યોજાઇ ગયો.

આ પ્રસંગે ઉપસ્‍થિત ભારત ખાતેના ભાજપના રાષ્‍ટ્રિય પ્રવકતા શ્રી સુધાંશુ ત્રિવેદીનું TVAsiaના ચેરમેન તથા ceo શ્રી એચ.આર.શાહ દ્વારા સ્‍વાગત કરાયુ હતુ શ્રી સુધાંશુએ ભારતની મોદી સરકાર દ્વારા વિદેશોમાં વસતા ભારતીયો માટે તેમજસ્‍થાનિક પ્રજાજનો માટે કરાયેલી કામગીરીનો અહેવાલ આપ્‍યો હતો. તેમજ ઉપસ્‍થિત કોમ્‍યુનીટી મેમ્‍બર્સ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબો આપ્‍યા હતા. તેવું શ્રી ગુંજેશ દેસાઇના ફોટો સૌજન્‍ય સાથે TVAsia ન્‍યુઝ દ્વારા જાણવા મળે છે.

(9:58 pm IST)