Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

આંધ્રપ્રદેશનો સુબ્બારાવ લિંગમગુંટલા આધુનિક કલીયુગનો અર્જુનઃ પગેથી નિશાન લગાવીને મારે છે તીર

નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ગુરુકુલ સંમ્મેલનમાં પોતાની કળાનું પ્રદર્શન કરનાર સુબ્બારાવ પોતાની આ આગવી પ્રતિભાના કારણે હજારોની ભીડમાં સૌથી અલગ તરી આવે છે. કોમર્સમાં ગ્રેજ્યુએટ થયેલા 52 વર્ષીય સુબ્બારાવ ગંટુલ જિલ્લાના એક અલવપલ્લી ગામમાં એક પૂજારી છે. આ જ તેમનો રોજગાર છે. જ્યારે ધનુર્વિદ્યા તેમણે પિતા તરફથી વારસામાં મળી છે. જેને જીવંત રાખવા માટે તે હાલની નવી જનરેશનને આ વિદ્યા શીખડાવવા માગે છે. જે માટે તેઓ ગુરુકુલ સ્થાપિત કરવા માગે છે.

ધુનર્વિદ્યા ભારતની આ પ્રાચીનતમ સાંસ્કૃતિક ઓળખ છે જેને જીવંત રાખવાનું પોતાનું આ સ્વપ્ન પૂર્ણ કરવા તેઓ સરકાર પાસે સહાયતાની અપેક્ષા રાખી રહ્યા છે. તેમને બે દીકરીઓ છે જેમાંથી નાની છોકરીએ પણ આ વિદ્યા શીખી છે અને તે પણ વસ્તુને જોયા વગર ફક્ત શબ્દના આધારે લક્ષ્યને ભેદી શકે છે. ઉલ્લેખનીય છે કે સુબ્બારાવ ત્રણ વર્ષ પહેલા અમેરિકામાં પણ ધનુર્વિદ્યાનું પ્રદર્શન કરી ચૂક્યા છે.

(5:35 pm IST)