Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ટૂંક સમયમાં ઇન્‍ટરનેટ ટેલીફોની સર્વિસનો પ્રારંભઃ સીમકાર્ડ અને નેટવર્ક વગર પણ મોબાઇલ ઉપર વાતીચત કરી શકાશે

નવી દિલ્‍હીઃ ટૂંક સમયમાં સરકાર ઇન્‍ટરનેટ ટેલીફોની સુવિધાનો પ્રારંભ કરશે. જેમાં સિમકાર્ડ કે નેટવર્ક વગર મોબાઇલ ધારક ઇન્‍કમીંગ અને આઉટગોઇંગ સુવિધાનો લાભ લઇ શકશે. ટેલિકોમ કમિશને આ સુવિધાને મંજૂરીની મહોર પણ મારી દીધી છે.

આ સર્વિસને ઇન્ટરનેટ ટેલીફોની (internet telephony) નામથી ઓળખવામાં આવશે. જે ટેલિકોમ ઓપરેટર્સ અને બીજી કંપનીઓ પાસે ટેલીફોની લાઇસેંસ હશે, તે ગ્રાહકોને આ સુવિધા ઓફર કરી શકશે. તેના માટે કોઇપણ પ્રકારના સિમની જરૂર પડશે નહી. બસ એક એપના માધ્યમથી તેને એક્ટિવ કરી શકાશે.

ઇંટરનેટ ટેલીફોની (internet telephony) ને લઇને ટેલીકોમ રેગુલેટર (TRAI) એ ગત ઓક્ટોબરમાં આ સલાહ આપી હતી. કોલ ડ્રોપની સમસ્યાને ખતમ કરવા માટે નવી કનેક્ટિવિટીની ભલામણ કરી હતી. તેની પાછળનો હેતું દેશમાં વધતી જતી કોલ ડ્રોપ અને ખરાબ નેટવર્કની સમસ્યાને દૂર કરવાનો છે. 

ઇંટર મિનિસ્ટ્રિયલ ટેલીકોમ કમીશને આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. ત્યારબાદ રિલાયન્સ જિયો, બીએસએનએલ, એરટેલ અને બીજા ઓપરેટર્સ આ સર્વિસની શરૂઆત કરી શકશે. TRAI ના એડવાઇઝર અરવિંદ કુમારનું કહેવું છે કે નવી કનેક્ટિવિટી સર્વિસથી ગ્રાહકોને ફાયદો મળશે. તેનાથી ગ્રાહકો પાસે વધુ ઓપ્શન હશે. ખાસકરીને એવા વિસ્તારોમાં જ્યાં સર્વિસ કવોલિટીની સમસ્યા રહે છે. તેમાં મોટાભાગની એવી મલ્ટીસ્ટોરી બિલ્ડિંગ્સ અથવા પછી એવા ઘર સામેલ છે જ્યાં ટેલિકોમ સિગ્નલ નબળા રહે છે, પરતુ વાઇફાઇ સર્વિસ સારી હોય છે.

પ્રોસેસની પૂરી જાણકારી આપતાં એક અધિકારીએ જણાવ્યું કે ઇન્ટરનેટ ટેલીફોનીની સુવિધાનો ઉપયોગ કરવા માટે ગ્રાહકોને એક એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ ઓપરેટર્સના માધ્યમથી આપવામાં આવશે. દરેક ઓપરેટરનું અલગ-અલગ એપ પણ હોઇ શકે છે. આ ઉપરાંત 10 ડિજિટનો નંબર પણ ઇશ્યૂ કરવામાં આવશે. આ નંબર બિલકુલ બધાના મોબાઇલ નંબરની માફક હશે. ઉદારણ તરીકે જો તમે પણ એરટેલનું સિમ ઉપયોગ કરો છે, પરંતુ પછી જિયો ઇન્ટરનેટ ટેલીફોન એપ લો છો તો તેના માટે અલગથી નંબર મળશે. આ નંબર અને એપનો ઉપયોગ બ્રોડબેંડના માધ્યમથી કરી શકાશે.

જોકે, જો તમે જે કંપનીનું સિમ ઉપયોગ કરો છો અને પછી તે ઓપરેટરની એપનો ઉપયોગ કરો તો તમારે નંબર બદલવો નહી પડે. તમારો હાલનો નંબર જ ઉપયોગ કરી શકશો. ટેલીકોમ રેગુલેટર TRAI એ ઇન્ટરનેટ કોલિંગ પર એટલા માટે ભાર મૂક્યો છે કે કારણ કે વોઇસ કોલ માટે સસ્તી સર્વિસ હશે. તેનાથી કોલ ડ્રોપની સમસ્યા દૂર થઇ જશે. ખરાબ નેટવર્કમાંથી પણ છુટકારો મળી જશે.  

(5:22 pm IST)