Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પેરિસ ભડકે બળ્યુ : હજારોની ધરપકડ શ્રમિકોના હક્કોના મુદ્દે વિવાદ થતા

 પેરિસમાં ૧ મેના દિવસે મે ડેનું સેલિબ્રેશન થાય છે.  ત્યારે મંગળવારે સેન્ટ્રલ ફ્રેન્ચ રાજધાની પેરિસમાં આ સેલિબ્રેશન રમખાણોમાં ફેરવાઇ ગયું હતું. પ્રેસિડન્ટ ઇમેન્યુઅલ મેક્રોનના જાહેર ક્ષેત્રના સુધારાના વિરોધ કરવામાં આવેલા આ દેખાવો બદલ અંદાજિત ૩૦૦ જેટલાં વિરોધીઓની ધરપકડ કરવામાં આવી હતી. માસ્ક પહેરેલા યુવાનોએ મેકડોનાલ્ડ રેસ્ટોરાંની બહાર તોડફોડ કરી હતી, વાહનો સળગાવ્યા હતા. ટોળાંએ 'રાઇઝ અપ પેરિસ', દરેક વ્યકિત પોલીસને નફરત કરે છે' તેવા સૂત્રોચ્ચાર પણ કર્યા હતા. ૧,૨૦૦ જેટલાં લોકોએ બ્લેક જેકેટ અને ફેસ માસ્ક પહેરીને ટ્રેડિશનલ મે-૧ યુનિયન આગેવાની હેઠળ આ રમખાણો કર્યા હતા. તોફાન અને વિરોધ બદલ પોલીસે ૧૦૦૦થી વધુ લોકોની ધરપકડ કરી છે.

ડાબેરી આંદોલન કર્તાઓએ બારીઓ માંથી પેટ્રોલ બોમ્બ ફેંકયા હતા. આસપાસના વિસ્તારના વાહનોને નુકસાન પહોંચ્યાડ્યું હતું. જયારે અન્ય વિરોધીઓએ પોલીસ સાથે અથડામણ કરી હતી.  આ રમખાણોની તસવીરોમાં વિરોધીઓ મેકડોનાલ્ડની બહાર કાળાં માસ્ક પહેરીને ઉભા રહેલા જોઇ શકાય છે. વિરોધી કેપટાલિસ્ટ્સને કેશ કાઉન્ટર તોડતાં પહેલાં મેકડોનાલ્ડના કિચનમાંથી ફૂડ અને ડ્રિંકસની બોટલ્સ પણ લૂંટી લીધી હતી.

  સેન્ટ્રલ પેરિસની સડકો પર સળગતી કારો અને અન્ય વાહનો જોવા મળી રહ્યા છે. આ તમામ વિરોધીઓ વર્કર્સને ન્યાય અપાવવા માટે રમખાણો કરી રહ્યા હતા.  પેરિસમાં માસ્ક પહેરીને ફરતાં વિરોધીઓએ શહેરના અનેક વિસ્તારોમાં કાળો ધૂમાડો નિકળે તેવી આતશબાજી પણ કરી હતી.  જયારે લંડનમાં ત્રાફલર સ્કવેરમાં સોવિયેત સરમુખત્યાર જોસેફ સ્ટાલિનની તસવીર અને ઝંડા સાથે વિરોધીઓએ માર્ચ કરી હતી.  સેન્ટ્રલ પેરિસ, લંડનમાં ઔદ્યોગિક વિવાદોના કારણે આ રમખાણો થયા છે. યુનાઇટેડ વોઇસ ઓફ વર્લ્ડ અને ઇન્ડિપેન્ડન્ટ વર્કર યુનિયન ઓફ ગ્રેટ બ્રિટન દ્વારા આયોજિત આ વિરોધ પ્રદર્શનના મુખ્ય મુદ્દાઓ ઔદ્યોગિક ક્ષેત્રોમાં મજૂરોને મળતા પગાર,  કામના કલાકો ઉપરાંત યુનિયન માન્યતા અને આઉટસોર્સિંગ છે.

 અહીં સિનેમા ચેઇન પિકચર હાઉસમાં લાંબા વર્કિંગ અવર્સના કારણે મજૂરવર્ગ પરેશાન છે. મિનિસ્ટ્રી ઓફ જસ્ટીસના કિલનર્સ, પ્રપ્રલંડન વિલિંગ વેગ, કિંગ્સ કોલેજના કિલનર્સ પણ આ વિરોધમાં જોડાયા હતા.

(4:39 pm IST)