Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જીમ્‍મી જીમ્‍મી ગીતને કારણે બપ્‍પી લાહેરી લંડનની વર્લ્‍ડ બૂક ઓફ રેકોર્ડથી સન્‍માનિત

મુંબઇઃ બોલીવૂડના દિગ્‍ગજ સંગીતકાર બપ્‍પી લાહેરીને તેના સુપ્રસિધ્‍ધ ગીત જીમ્‍મી જીમ્‍મી આજા...' થકી વૈશ્વિક સંગીતમાં પોતાના યોગદાનને કારણે લંડનના વર્લ્‍ડ બૂક ઓફ રેકોર્ડસથી સન્‍માનીત કરવામાં આવ્‍યા છે. બપ્‍પીએ જણાવ્‍યું હતું કે પાંચ દસક અને ૬૦૦થી વધુ ફિલ્‍મો તેમજ અગણિત પ્રશંસા યુક્‍ત મારી યાત્રા રહી છે. પરંતુ જીમ્‍મી જીમ્‍મી સોંગ કંઇક ખાસ છે. આ ગીતને દુનિયાના દરેક ભાગોમાં અપનાવાયું છે. સમગ્ર જગતમાંથી મળતાં પ્રેમને કારણે મારી આંખોમાં આંસુ આવી જાય છે. ૧૯૮૨માં ફિલ્‍મ ડિસ્‍કો ડાન્‍સરમાં મિથુન ચક્રવર્તી પર જીમ્‍મી જીમ્‍મી ગીત ફિલ્‍માવાયું હતું. આ ગીતનો રૂસી અને ચીની ભાષામાં પણ અનુવાદ કરાયો હતો. 

 

(4:38 pm IST)