Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગૃહિણીઓ પણ નોકરી કરતી વ્યકિત જેટલી જ વ્યસ્તઃ કર્ણાટક હાઇકોર્ટ

 બેંગલુરૃઃ ગૃહિણીઓ પણ નોકરી કરતી મહિલાઓ જેટલી જ વ્યસ્ત હોવાનું બેંગલુરૂના એક વ્યકિતની અરજી કાઢી નાખતા સમયે કર્ણાટક હાઇકોર્ટ જણાવ્યું હતુ. અરજીમાં વ્યકિતએ પોતાની પત્નિને ફલાઇટનો ખર્ચ ન આપવા અંગે એવું કારણ આપેલ કે તેની પત્નિ ગૃહિણી છે એટલે તેની પાસે પ્લેનને બદલે ટ્રેનમાં જવાનો પુરતો સમય છે.

 બેંગલુરૂના ગૌરવ રાજ જૈને ૧ ફ્રેબુઆરીના રોજ ફેમીલી કોર્ટે આપેલ આદેેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જેમાં ફેમીલી કોર્ટ જૈનને છુટાછેડાની સુનાવણી માટે પત્નિ શ્વેતાને મુઝફફરનગરથી બેંગલોરની ફલાઇટની ટીકીટ ભાડાના ૩૨૧૧૪ રૂપિયા આપવા ફરમાન કરેલ

 જસ્ટીસ રાધવેન્દ્રએ જણાવેલ કે કેટલાય લોકો એવુ માનતા હોય છે કે ગૃહિણી પાસે સમય હોય છે. તેમણે વધુમાં ઉમેરેલ કે એ કહેવાની જરુર નથી કે ગૃહિણી કોઇ નોકરી કરતી વ્યકિત જેટલી જ વ્યસ્ત હોય છે. ગૃહિણી પોતાના પરિવારના સભ્યોનું ધ્યાન રાખવા અને ઘર ચલાવવા માટે જવાબદાર હોય છે. તેમણે અંતમાં એ પણ જણાવેલ કે પત્નિ કયાં વાહનમાં પ્રવાસ કરશે તે પતિ નકકી ન કરી શકે.

(4:07 pm IST)