Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કાશ્મીરમાં પ્રવાસીઓ - બાળકો પર પથ્થરમારો

પોસ્ટર બોય ટાઇગર ફૂંકાયા બાદ પથ્થરબાજો ભૂરાયા થયા :કેરલના પ્રવાસીઓ પર પથ્થર ફેંકાયાઃ ૭ ઘાયલ, ૪ ગંભીરઃ સ્કૂલના બાળકોની બસ પણ નિશાનઃ માથામાં ઘા ઝીંકાયા :પ્રવાસીઓ ઉપર કાશ્મીરમાં પથ્થરમારાનો પ્રથમ બનાવઃ રજાઓમાં મોટી અસર પડશે

શ્રીનગર, તા.૦૨: આતંકવાદી સંગઠન હિઝબુલ મુઝાહિદિનના કમાન્ડર અને પોસ્ટર બોય સમીર ટાઇગરના સુરક્ષાબળોના હાથે એન્કાઉન્ટર મોત બાદ ઘાટીમાં તણાવ બની ગયો છે. હવે રાજયના કાનીપોરામાં પથ્થરબાજોએ એક શાળાની બસને નિશાન બનાવ્યા. જેમા એક બાળક ઘાયલ થઇ ગયો છે. માનવમા આવી રહ્યું છે કે આ બસમાં ૪-૫ વર્ષના નાના બાળકો સવાર પણ હતા. પથ્થરબાજીમાં ઘાયલ થયેલા એક છાત્રના પિતાએ જણાવ્યું, કે મારો પુત્ર પથ્થરબાજીમાં ઘાયલ થયો તે ઇન્સાનિયર વિરૂધ્ધ છે. તે કોઇ પણ માસુમ સાથે થઇ શકે છે. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ આ ઘટનાની નિંદા કરીને બાળકો પર હુમલો કરનારને  આડે હાથ લીધા. ઉમરે ટવિટ કરીને  લખ્યું. બાળકો અને પર્યટકો પર પથ્થરો ફેંકીને આ પથ્થરબાજોજે એજન્ડા કેવી રીતે પુરો થઇ રહયો છે. આ પ્રકારના હુમલા પર અમારા તરફથી સ્પષ્ટ અને એક અવાજેના ટીકા કરવી જોઇએ.

અગાઉ પુલવામાના એક નાગરિકના મોતના વિરોધમાં અલગાવવાદી સંગઠનોએ બંધનું આહવાન કર્યુ હતું બંધો લઇને રેલ્વે, ઇન્ટરનેટ, અને દુકાનો અને પરિવહન સેવાઓ બંધ કરી દીધી. અગાઉ સોમવારે હિઝબુલ કમાન્ડર સમીર ટાઇગર અને તેના સહયોગી અકીબ ચાર કલાક ચાલેલી મુડભેડમાં ઠાર કરાયો.

આ ઉપરાંત મોતના કાશ્મીરમાં પ્રથમ વખત અશ્મુકાન ગામમાં પ્રવાસીઓ પર પથ્થરો વરસ્યા જેમા ચાર પ્રવાસીઓને માથામાં ગંભીર ઇજા થયાના અહેવાલો છે. આંતકી ટાઇગરના  વિરોધમાં ચારેબાજુ પ્રદર્શનો થઇ રહ્યા છે.

(6:39 pm IST)