Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

બુલેટ ટ્રેન પ્રોજેકેટની દેખરેખ PMGને સોંપતા નરેન્દ્રભાઈ

નવી દિલ્હીઃ મુંબઈ- અમાદાવાદ વચ્ચે રૂ.૧.૦૮ લાખ કરોડની બુલેટ ટ્રેન પ્રોજેકટ ઓગસ્ટ ૨૦૨૨ની સમયમર્યાદા પહેલા પૂરો થાય તે માટે પીએમઓએ પ્રોજેકટ મોનિટરિંગ કામ સોપ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાત સરકાર ઉપરાંત કેન્દ્રીય મંત્રાલયો અને અન્ય એકમો સાથે મળીને કામ કરશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ૨૫ એપ્રિલે રિવ્યૂ મીટિંગમાં પીએમજીને મુંબઈ- અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેકટના મોનિટરિંગનું કામ સોંપ્યું હતું. તેમણે મેગા પ્રોજેકટની પ્રગતિની સમીક્ષા કરી હતી. પીએમઓ હેઠળના કોર ગ્રૂપ પીએમજી દ્વારા સંકલન કરવામાં આવતું હોય તેવો આ સૌથી મોટો પ્રોજેકટ છે.

ગયા સપ્તાહની બેઠકમાં વડાપ્રધાને ગુજરાત અને મહારાષ્ટ્રને જમીન સંપાદનની પ્રક્રિયા વર્ષના અંત સુધીમાં પૂરી કરવાનો આદેશ આપ્યો હતો, જેથી કામગીરીનો પ્રારંભ થઈ શકે.

(2:54 pm IST)