Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કર્ણાટક સરકાર ખેડૂતો માટે નિરસઃ મોદી

કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે તેને કર્ણાટકની સરકાર આગળ વધારતી નથી

બેંગલુરૂ તા. ૨ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીય જનતા પાર્ટીના કર્ણાટકના કિસાન મોરચના કાર્યકર્તાઓ સાથે વાતચીત કરી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ દરમિયાન કાર્યકર્તાઓને જણાવ્યું કે કેન્દ્ર સરકાર ખેડૂતોને આવક બે ગણી કરવા પર કામ કરી રહ્યું છે.

આપણી સરકારે અત્યાર સુધીમાં જેટલા બજેટ રજૂ કર્યા તેમાં કેન્દ્ર સ્થાને હંમેશા ખેડૂતો રહ્યાં છે. પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા કેટલાક સમયથી કેન્દ્ર સરકાર જે રીતે ખેડૂતો માટે કામ કરી રહી છે તેને કર્ણાટકની સરકાર આગળ વધારતી નથી. કેન્દ્ર સરકારની નીતિ કૃષિ અને ખેડૂતો સાથે જોડાયેલી છે.

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારથી કર્ણાટકમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે કર્ણાટકમાં ત્રણ સભાને સંબોધન કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે કેન્દ્ર સરકારે દેશભરના ખેડૂતોને સોયલ હેલ્થ કાર્ડ આપ્યું. એકલા કર્ણાટકમાં જ અંદાજે ૧ કરોડથી વધારે સોયલ હેલ્થ કાર્ડ આપવામાં આવ્યાં. પીએમ મોદીએ કહ્યું કે ખેડૂતો માટે કેન્દ્ર સરકારે નવી ફર્ટિલાઇઝર નીતિ તૈયાર કરી છે. જેમાં ખેડૂતોને ખાદ્ય માટે અલગ-અલગ જગ્યાએ જવું પડશે નહીં.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે જો યેદિયુરપ્પા કર્ણાટકના મુખ્યમંત્રી બનશે તો કેન્દ્રની યોજનાઓ લાગુ કરવામાં મદદ મળશે. પીએમ મોદીએ કહ્યું કે દેશમાં અટકી ગયેલી ૧૦૦ યોજનાઓ સમય મર્યાદામાં પુરી કરવામાં આવશે. જેમાં એક લાખ કરોડનો ખર્ચ થશે.

(1:07 pm IST)