Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

નરેન્દ્રભાઇ ૧૧ મીએ નેપાળના ધાર્મિક-સાંસ્કિૃતક પ્રવાસેઃ ત્યાં પણ કોઇ કરાર નહી થાય

કાઠમાંડુ : નરેન્દ્રભાઇ ૧૧ મીએ નેપાળના પ્રવાસે જનાર છે. ત્યારે નેપાળના ગૃહમંત્રી રામબહાદુર થાપાએ માહીતી આપતા જણાવેલ કે મોદીનો નેપાળ પ્રવાસ ધાર્મિક તથા સાંસ્કૃતિક રહેશે. જેમાં કોઇ પણ કરાર કરવામાં નહી આવે. કાઠમાંડુ પોસ્ટના રીપોર્ટ મુજબ થાપાએ વધુમાં જણાવેલ કે નરેન્દ્રભાઇ જાનકી મંદિરના દર્શન કરવા સીધા જનકપુર પહોંચશે  જયાં નેપાળના વડાપ્રધાન ઓલી તેમનું સ્વાગત કરશે. મોદી બહરા લીધા વિસ્તારમાં યોજાનાર એક સમારોહમાં પણ સામેલ થશે.

નેપાળ સરકારે નરેન્દ્રભાઇના કાર્યક્રમની માહિતી આપતા જણાવેલ કે મોદી જનકપુરથી સીધા મુસ્તાંગ જશે. જયાં તેઓ મુકિતનાથ મંદિરમાં પૂજા-અર્ચના કરશે. ત્યારબાદ તેઓ રાજધાની કાઠમાંડુ જશે. નેપાળના ગૃહમંત્રી થાપા, ગૃહસચિવ દેવકુમાર અને ત્રણેય પાંખના વડાઓ નરેન્દ્રભાઇના સ્વાગત કાર્યક્રમ માટે સુરક્ષા-વ્યવસ્થા જોવા જનકપુર પહોંચ્યા હતાં. ર૦૧૪ માં નરેન્દ્રભાઇનો જનકપુરથી નેપાળમાં પ્રવેશ કરવાની યોજના સુરક્ષા કારણોસર શકય બની ન હતી.

થાપાએ મીડીયાને જણાવ્યું કે આ વખતે મોદીનો પ્રવાસ ધાર્મિક ઉદ્રેશ્ય માટે છે, ન કે રાજકીય ઉદ્રેશ્ય માટે આ મુલાકાતથી ભારત - નેપાળ વચ્ચેનો દાયકાઓ જૂનો સામાજીક અને ધાર્મિક સંબંધોને નવી ઉંચાઇએ લઇ જશે. નરેન્દ્રભાઇ નેપાળમાં જળ વિદ્યુત પરિયોજના અરૂણ-૩ નું ખાતમુર્હુત પણ કરશે. ૯૦૦ મેગાવોટની આ પરિયોજના ભારત સરકાર વિકસીત કરશે. અને ર૦ર૦ સુધીમાં કાર્યવન્તીત થશે.

(1:05 pm IST)