Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

પ્રકાશ રાજે સાધ્યું મોદી પર નિશાનઃ 'જયારે તમે મંચ પરથી બોલી રહયા હતા ત્યારે લોકો હસી રહયા હતા'

મુંબઇઃ એક વખત ફરીથી જાણીતા અભિનેતા અને એકટીવીસ્ટ પ્રકાશ રાજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉપર તગડુ નિશાન સાધ્યું છે. તેમણે કહયું કે, જયારે પીએમ મંચ ઉપરથી બોલી રહયા હતા એ દરમિયાન લોકો તેમના પર હસી રહયા હતા. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન મોદી હાલમાં કર્ણાટકમાં ચુંટણી સભાઓ અને રેલીઓ સંબોધી રહયા છે. તેમણે ગઇકાલે ૩ રેલીઓ કરી હતી. આ દરમિયાન એક જગ્યાએ મોદી સંબોધન કરી રહયા હતા ત્યારે કેટલાક લોકો જોરજોરથી બરાડા પાડી રહયા હતા અને હસી રહયા હતા. આ વાતને લઇને અભિનેતાએ પીએમ ઉપર નિશાન સાધી એક ટવીટ કર્યુ છે. જેમાં લખ્યું છે 'ડીયર મોદીજી, આજ જબ આપ કર્ણાટક મેં સ્ટેજ પર ખડે થે, તબ કયાં આપને લોગો કો ખુદ પર હંસતે હુએ દેખા થા?'

(1:04 pm IST)