Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કેવું હતુ જમાવાનું ? : હવે રોલ કોલમાં જવાનોને પુછશે કમાંડર

જવાનો માટે ત્રણેય સમય માટે અલગ મેનુઃ કવોલીટીમાં ગડબડી માટે રાશન પરચેઝ બોર્ડ ઓફીસર જવાબદાર રહેશે

અમૃતસરઃ બીએસએફ જવાન તેજ બહાદુરની ઘટના બાદ બીએસએફે પોતાના રાશન અને મેસ મેનેજમેન્ટ વધુ સારૂ કર્યુ છે. જો કે તે આ પ્રકરણને બીએસએફની છબી ખરાબ કરવાનું ષડયંત્ર માની રહી છે. છતા પણ તે પ્રકરણને ગંભીરતાથી લઈ ઉચ્ચ અધીકારીઓએ ભોજનની ગુણવતાને વધુ સારી બનાવવા કવાયત શરૂ કરી હતી.

હવે બીએસએફની બધી કંપનીઓમાં કમાંડર સવારે જવાનોની રોલ કોલમાં તેમને અગાઉના દિવસના સવારના નાસ્તાથી લઈને રાત્રીના ભોજન સુધીનું જમવાનું કેવું હતુ તુ પ્રાથમીકતાના ધોરણે પુછશે. સામાન્ય રીતે રોલ કોલમાં જવાનોને ગઈકાલની પ્રવૃત્તિ અને ડયુટી અંગે જ ચર્ચા કરવામાં આવે છે. પણ હવે જવાન કમાંડરના પુછવા ઉપર જમવાની અને રાશનની કવોલિટી ઉપર ખુલીને વાત કરી શકશે. જવાનની ફરીયાદ અંગે મેસના એસઓ જવાબ આપવા બંધાયેલ રહેશે. કંપની કમાંડર પણ તે જ ભોજન લેશે જે જવાનોને પીરસવામાં આવશે.

બીએસએફની બધી બીઓપી ઉપર દિવસમાં ત્રણેય વખતનું ભોજનનું મેનુ અલગ રહેશે. મેનું એવું હશે કે જવાન સ્વાદનો પુરો આનંદ લેશે. તેમને બાસમતી ચોખા સાથે શાકાહારી- માંસાહારી ભોજન પીરસાશે. ભોજનમાં તેમને શાક, છોલે- ભટુરે, કાળા ચણા, આલુ પરોઠા, બ્રેડ બટર, ઈંડા ભુર્જી, મગફળી, કિસમીસ- બદામ, દહીં,  સલાડ, અથાણું, પાપડ, ચિકન, મટન, દેશી ઘી માં બનવેલ રાજમાં ચાવલ, સીઝનના શાકભાજી, આઈસ્ક્રીમ, ફ્રુટ ડીશ, ફિશ કરી, ખીર, કસ્ટર્ડ, ચીકન ફ્રાયનું મેનુ નક્કી કરાયું છે. આ સીવાય બિસ્કીટ અને નમકીન સાથે સાત વખત ચા આપવામાં આવી રહી છે.

(1:02 pm IST)