Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

વિયેતનામમાં હિન્દુ ધર્મ અસ્તિત્વ ગુમાવી રહ્યો છે

પ્રાચીનકાળમાં ચંપાક્ષેત્ર હિન્દુ રાજ્ય હતું, હાલ ઇસ્લામ - બૌધ્ધ છવાયાઃ ચંપાક્ષેત્રમાં ચાર મંદિરો બચ્યા, જેમાંથી માત્ર બે મંદિરોમાં જ પૂજા થાય છેઃ પ્રાચીન શાસ્ત્રો નાશ પામ્યાઃ માત્ર ગણ્યા - ગાઠ્યા હિન્દુઓ રહ્યાઃ BCCનો અહેવાલ

નવી દિલ્હી તા. ૨ : વિયેતનામ વોર કે અમેરિકન વોર? કે પછી માત્ર દૃષ્ટિકોણનો તફાવત? નાનપણથી સાંભળતા આવી રહ્યા છીએ કે વિયેતનામમાં ૧૯૫૫થી ૧૯૭૫ સુધી ચાલનારૃં ભયાનક યુદ્ઘ 'વિયેતનામ વોર' હતું.  સ્કૂલના પુસ્તકોમાં, મીડિયા અને ઇતિહાસમાં પણ આ યુદ્ઘ વિયેતનામી યુદ્ઘ તરીકે ઓળખાય છે. પરંતુ વિયેતનામમાં તેને અમેરિકન વોર તરીકે ઓળખવામાં આવે છે.

ધ્યાનથી વિચારીએ અને પૂર્ણ માહિતી મેળવીએ તો વિયેતનામીઓના વિચારમાં કંઈક દમ જોવા મળશે. સાચી વાત તો એ છે કે વિયેતનામે અમેરિકા પર હુમલો કર્યો ન હતો. પણ અમેરિકાએ વિયેતનામ પર ચડાઈ કરી હતી. તો આ યુદ્ઘ અમેરિકાનું થયું ને? હો ચી મિન્હ સિટીમાં 'વિયેતનામ વોર' સાથે સંબંધિત એક વિશાળ યુદ્ઘ અવશેષ સંગ્રહાલય છે, જયાં ૯૯ ટકા પર્યટકો અમેરિકન જોવા મળશે. અડધા વૃદ્ઘ, અડધા યુવાન. વૃદ્ઘો એ જોવા માટે આવે છે કે તે સમયે અમેરિકન સેનામાં કામ કરતા તેમના સંબંધીઓ વિશે કેટલીક જાણકારીઓ મળી જાય. યુવાનો કદાચ એ જોવા માટે આવે છે કે તેમના પૂર્વજો અને નેતાઓએ નિર્દોષ લોકો પર કેવી રીતે અત્યાચાર કર્યા હતા.

રિચર્ડ પેન્સ નામના એક યુવાને યુદ્ઘની કેટલીક તસવીર જોઈને કહ્યું, 'અમારા પૂર્વજો આટલા કઠોર હોઈ શકે છે, એ અહીં આવીને જાણવા મળ્યું.'

બીજી તરફ અમારી સાથે એક વિયેતનામી યુવાન હતા કે જેઓ અમારા માટે અનુવાદકનું કામ કરી રહ્યા હતા. થોડો સમય અમારી સાથે સંગ્રહાલયમાં રહ્યા અને પછી અચાનક કહેવા લાગ્યા કે તેમની તબીયત ખરાબ થઈ રહી છે.

ત્યારબાદ તેમણે જણાવ્યું કે તેઓ અંદર જતા નથી. અંદર લગાવવામાં આવેલી તસવીરો અને હથિયારોને જોઈને અમેરિકનોની હેવાનિયતનો અનુભવ થવા લાગે છે. (૨૧.૧૦)

 

(11:47 am IST)