Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

શીખ બહાદુર સમાજ છે પણ ભારતમાં તેમના પ્રત્યે ભેદભાવ રખાય છે : હાફિઝ સઇદને ડહાપણ દાઢ ફૂટી

મુંબઇ તા. ૨ : મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ અને પાકિસ્તાનના જેયુડી પક્ષના વડા હાફિઝ સઈદે ચૂંટણી અગાઉ પાકિસ્તાનના શીખ સમુદાયની મુલાકાત લઈ ભારત વિરુદ્ઘ ઝેર ઓકી ઉશ્કેર્યા હતા.ઙ્ગ

સઈદ દ્વારા નાનકાના સાહિબમાં આ બેઠક યોજવામાં આવી હતી. સઈદે ભારત વિરૂદ્ઘ ઝેર ઓકતા જણાવ્યું હતું કે, શીખ બહાદુર સમાજ છે પણ ભારતમાં તેમના પ્રત્યે ભેદભાવ રખાય છે. પાકિસ્તાન ભારત સાથે મૈત્રી રાખવા કોઈપણ બલિદાન આપવા તૈયાર છે.ઙ્ગ

આ બેઠકમાં MMLએના વડા સૈફદ્દીન ખાલીદ પણ હાજર હતા. તે ઉપરાંત પાક. શીખ ગુરૂદ્વારા પ્રબંધક કમિટિના મંત્રી ગોપાલસિંહ યાવલની આગેવાની હેઠળ શીખ નેતાઓ ઉપસ્થિત હતા.ઙ્ગ

ઉલ્લેખનીય છે કે, સઈદના માથા પર આતંકવાદી પ્રવૃત્તિ બદલ અમેરિકાએ એક કરોડ ડોલરનું ઈનામ જાહેર કર્યું હતું. પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણી માટે આ બેઠકમાં તેણે શીખ સંપ્રદાયનો ટેકો માગ્યો હતો.(૨૧.૮)

(11:45 am IST)