Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

સુપ્રિમ - સરકાર જંગઃ કોલેજીયમની નિર્ણાયક બેઠક

જસ્ટીસ જોસેફ મામલે કોલેજીયમનું ચિંતનઃ આ નામ કેન્દ્ર સરકારે પરત મોકલ્યું હતું

નવી દિલ્હી તા. ૨ : સીનિયર વકીલ ઇન્દુ મલ્હોત્રા સીધા સુપ્રીમ કોર્ટમાં જજ બન્યાં પછી ન્યાયપાલિકા અને કાર્યપાલિકા વચ્ચે ખટરાગ એકવાર ફરીથી સામે આવ્યો છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટ કોલેજીયમ તરફથી જસ્ટિસ કે.એમ જોસેફના નામ પર ધ્યાન ન આપતા ઇન્દુ મલ્હોત્રાની નિયુકતીના કેન્દ્ર સરકારના એકપક્ષીય નિર્ણયથી નારાજ છે. આ મામલા અંગે સુપ્રીમ કોર્ટના કોલેજિયમે આજે બુધવારે એક મહત્વની મીટિંગ બોલાવી છે. નોંધનીય છે કે જસ્ટિસ જોસેફ અત્યારે ઉત્ત્।રાખંડ હાઇકોર્ટના ચીફ જસ્ટિસ છે.  ઇન્દુ મલ્હોત્રાની નિયુકિત પછી શુક્રવારે સરકારે કોલેજીયમને જસ્ટિસ જોસેફની ફાઇલ ફોટો આપી હતી. જે પછી શનિવાર-રવિવારના વીકેન્ડ અને સોમવારે બુદ્ઘિ પુર્ણિમા હોવાને કારણે કોર્ટ બંધ રહેશે. મંગળવારે કોર્ટ ખુલી અને સીજેઆઈએ બુધવારે કોલેજીયમની મીટીંગ નક્કી કરી છે.

સુપ્રીમ કોર્ટ કોલેજીયમે જાન્યુઆરીમાં એવા જજોના નામોની ભલામણ કરી હતી જેમને અપગ્રેડ કરવાના હતાં. જેમાં જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રા અને જસ્ટિસ કે.એમ જોસેફનું નામ સામેલ હતું. પરંતુ કેન્દ્ર સરકારે ઇન્દુ મલ્હોત્રાના નામની પસંદગી કરી. જે પછી જસ્ટિસ કે.એમ જોસેફ સાથે ઘણાં જજોનું નામ પેન્ડિંગ લિસ્ટમાં મુકી દીધા.(૨૧.૯)

(11:42 am IST)