Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ઉન્નાવ દુષ્કર્મ કેસની આજે સુનાવણીઃ CBI અહેવાલ રજૂ કરશે

અલ્હાબાદ તા. ૨ : અલ્હાબાદ હાઇકોર્ટમાં આજે ઉન્નાવનો બહુચર્ચિત દુષ્કર્મ કેસ પર સુનાવણી હાથ ધરવામાં આવશે. ચીફ જસ્ટિસ ડીબી ભોસલે તેમજ જસ્ટિસ સુનીત કુમારની ખંડપીઠ સમક્ષ સીબીઆઇ આ મામલે તપાસ અહેવાલ રજૂ કરશે.

સૂત્રોને મળતી જાણકારી મુજબ કોર્ટેમાં તપાસ અહેવાલ દાખલ કરવા તપાસ અધિકારીઓ અલ્હાબાદ પહોંચી ગયા છે. સીબીઆઇ ચારેય કેસનો પ્રગતિ અહેવાલ કોર્ટમાં રજૂ કરશે જે આ કાંડથી જોડાયેલ છે. જેમાં બે મારપીટ અને બે અપહરણના મામલા, દુષ્કર્મ અને પોકસો એકટના છે.

એક મળતી જાણકારી મુજબ આ મામલે પોલીસની નિષ્ક્રિયતાની પણ તપાસ કરવામાં આવી રહી છે. માખી પોલીસ સ્ટેશનના તત્કાલીન એસઓ અને બરતરફ કરાયેલા પોલીસકર્મીઓને પુછપરછ કરવામાં આવી છે. સીબીઆઇ હવે ઉન્નાવના તત્કાલીન પોલીસ અધિક્ષકની પુછપરછ કરશે. ઉલ્લેખનીય છે કે સીબીઆઇ ૧૨ એપ્રિલથી આ મામલે તપાસ કરી રહી છે.

(11:30 am IST)