Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ભારતના શહેરો ઉપર હવાનું મહાભયાનક પ્રદૂષણ

વિશ્વના સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં નવી દિલ્હી - વારાણસી - પટણા સહિત ભારતના ૧૪ શહેરો મોખરેઃ ચીનનું મોડેલ અપનાવવા વિશ્વ આરોગ્ય સંસ્થાની ભારતને તાકિદઃ ૪૩૦૦ શહેરોનું સર્વેક્ષણ

નવી દિલ્હી તા. ૨ : વિશ્વ આરોગ્ય સંગઠન (વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન - WHO) એ જણાવ્યું છે કે, વિશ્વના સૌથી વધુ હવાથી પ્રદૂષિત ૨૦ શહેરોમાંથી ૧૪ શહેરો ભારતના છે. ધ ન્યુ ઇન્ડિયન એકસપ્રેસના અહેવાલ મુજબ  આ ૧૪ શહેરોમાં દિલ્હી અને વારાણસી પણ છે.

આ ઉપરાંત કાનપુર, ફરિદાબાદ, ગયા, પટના, આગ્રા, મુઝફફરપુર, શ્રીનગર, ગુ઼ડગાંવ, જયપુર, પટિયાલા અને જોધપુરનો સમાવેશ થાય છે. આ અહેવાલ ષ્ણ્બ્ એ વર્ષ ૨૦૧૬ની વિગતો પરથી તૈયાર કર્યો છે.

જેમાં કહેવાયું છે કે, વિશ્વના ૨૦ સૌથી પ્રદૂષિત શહેરોને પ્રદૂષક PM2.5ના સ્તરને આધારે નક્કી કરવામાં આવ્યાં છે. WHOએ આ અહેવાલમાં કહ્યું છે કે, વિશ્વમાં દસમાંથી નવ વ્યકિતઓ પ્રદૂષકોનું ઊંચું પ્રમાણ ધરાવતી હવામાં શ્વાસ લે છે.

જયારે પ્રદૂષક PM10ના સ્તરને આધારે નક્કી કરવામાં આવેલા સૌથી પ્રદૂષિત ૨૦ શહેરોમાં ભારતના ૧૩ શહેરોનો સમાવેશ થાય છે.PM2.5 પ્રદૂષકમાં સલ્ફેટ, નાઇટ્રેટ અને બ્લેક કાર્બન જેવા સુક્ષ્મ કણો હોય છે, જે માનવીના આરોગ્ય સામે સૌથી મોટું જોખમ છે.(૨૧.૪)

(11:44 am IST)