Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

મારી સરકારને કોઈ નખ મારવાની પ્રયાસ કરશે તો નખ કાપી લેવાશે :ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેબેનું વધુ એક વિવાદી નિવેદન

ત્રિપુરાના મુખ્યમંત્રી વિવાદી નિવેદનોને લઈ સતત ચર્ચાઓ છે તેમાં વધુ એક નિવેદનનો ઉમેરો થયો છે. રાજ્યના મુખ્યમંત્રી બિપ્લવ દેબે કહ્યું કે તેમની સરકારમાં કોઈ નખ નહીં મારી શકે. પરંતુ જો કોઈએ નખ મારવાનો પ્રયાસ કર્યો તો તેના નખ કાપી લેવામાં આવશે. સતત પોતાના અજીબો-ગરીબ નિવેદનો કારણે વિવાદોને આમંત્રણ આપી રહેલા બિપ્લવ દેવ પર પ્રધાનમંત્રી મોદીની સલાહની પણ જાણે કોઈ અસર થતી નથી એમ જણાય છે .

(12:00 am IST)