Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

ગૂગલે મિલાવ્યા સીબીએસઈ સાથે હાથ :વિધાર્થીઓને થશે ફાયદો

 

ટેક્નોલોજીના દિગ્ગજ ગૂગલએ સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (સીબીએસઈ) સાથે હાથ મિલાવ્યા છે.જેથી વિધાર્થીઓને ફાયદો થશે તેમ મનાય છે ગુગલ અને સીબીએસઈની ભાગીદારી બાદ પરીક્ષાર્થી Googleના પ્લેટફોર્મ પર પરીક્ષાના પરિણામો જોઇ શકશે.

    ગૂગલે જણાવ્યું છે કે જેઈઈ મુખ્ય પરીક્ષા સાથે આનો પ્રારંભ થયો છે. હવે સીબીએસઈ તેમના વિદ્યાર્થીઓને Googleના સર્ચ પેજ પર પરીક્ષાના પરિણામો જોવાની સુવિધા આપી રહ્યું છે.

તેનાથી પરીક્ષાર્થિઓ માટે પરીક્ષાની તારીખ,રજીસ્ટ્રેશનની તારીખ, મહત્વની લિંક અને અન્ય મહત્વપૂર્ણ સૂચનાઓ Google સર્ચ પર ઉપલબ્ધ હશે. ગેટ, એસએસસી, સીજીએલ, કેટ અને અન્ય પરીક્ષાઓ માટે સર્ચ કરતી વખતે વિદ્યાર્થીઓ માહિતી પણ મેળવી શકશે.

(9:03 am IST)