Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

શિકાગોના ડો મનુ વોરાએ માર્ચ ૨૦૧૮ માસ દરમ્‍યાન ભારતની મુલાકાત લઇને પાંચ ફુલબ્રાઇટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ પ્રોજેકટને પરિપૂર્ણ કર્યાઃ યુએસ ડીપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટ્‍સના વહીવટ કર્તાઓએ ૨૦૧૬ના વર્ષથી પાંચ વર્ષની મુદત માટે ફુલબ્રાઇટ સ્‍પેશ્‍યાલીસ્‍ટ પ્રોજેકટના અગ્રણી તરીકે કરેલી નિમણુંકઃ ભારતમાં વિવિધ શહેરોની લીધેલી મુલાકાતો અને શ્રેણીબધ્‍ધ વ્‍યાખ્‍યાનો આપ્‍યા

(સુરેશ શાહ દ્વારા) બાર્ટલેટ (શિકાગો) યુએસ ડીપાર્ટમેન્‍ટ ઓફ સ્‍ટેટસ બ્‍યુરો ઓફ એજ્‍યુકેશનલ અને કલ્‍ચરલ એફેર્સ દ્વારા શિકાગોના રહીશ ડો મનુ વોરાની સને ૨૦૧૬ના વર્ષથી પાંચ વર્ષની મુદત માટે ફુલબ્રાઇટ સ્‍પેસ્‍યાલીસ્‍ટ પ્રોજેકટના અગ્રણી તરીકે નિમણુંક કરવામાં આવી હતી. અને હવે તેમણે ગયા માર્ચ માસ દરમ્‍યાન ભારતની મુલાકાત લઇને તેમણે પોતાના પાંચ પ્રોજેકટો પરિપૂર્ણ કરેલ છે અને તેનો લાભ મહદઅંશે વારાણસીને મળેલ છે.

સૌ પ્રથમ તેમણે વારાણસી આવેલ આઇઆઇટીમાં રીસ્‍ક મેનેજમેન્‍ટ ફોર ઓર્ગેનીઝેસ્‍નલ એક્ષલન્‍સ નામના વર્કશોપનું આયોજન કર્યુ હતું જેમાં ૨૧ જેટલા વિદ્યાર્થીઓએ હાજરી આપી હતી અને તેમાં ૧૦૦ ટકા જેટલો સંતોષ પ્રાપ્ત કર્યો હતો.

તેમણે યુનિવરર્સીટી તેમજ પ્રોફેશનલ કારકિર્દીમાં સફળતા મેળવવા માટે અગત્‍યની ચાવીએ વિષય પર પાંચ પિરિપડોનું આયોજન કર્યુ હતું અને તેની સાથે સાથે કારકિર્દીનો વિકાસ કઇ રીતે થઇ શકે તે અંગે ગહન ચર્ચાઓ હાથ ધરવામાં આવી હતી જેમાં ૧૯૫ જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

ડો મનુ વોરાએ વર્ગમાં અભ્‍યાસ કરતા વિદ્યાર્થીઓ કઇ રીતે એકાગ્રતા કેળવી શકે તેમજ સંશોધનના ૫૪ જેટલા વિદ્વાનો સાથે નવીન શૈક્ષણીક પ્રેકટીસ થઇ શકે તે અંગના પાંચ પિરિયડોનું આયોજન કર્યુ હતું.

તેમણે આઇઆઇટી વાસણસી ખાતે મેનેજમેન્‍ટ સાયન્‍સ એન્‍ડ એન્‍જીનીયરીંગ પ્રોગ્રામની નવી સ્‍કુલની સ્‍થાપના માટે રાજયના અધતન અભ્‍યાસક્રમને આગળ વધારવામાં યોગ્‍ય સલાહ સુચનો આપવામાં આવ્‍યા. અને તેની સાથે સાથે તેમણે આઇઆઇટી વારાણસી ખાતે મિકેકિલ એન્‍જીનીયરીંગ વિભાગ ઔદ્યોગીક સંચાલન ક્ષેત્રમાં રીસર્ચ સ્‍કોલરો એવા બે પીએચડી કરતા વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપ્‍યું.

ભારતમાં તેમની મુલાકાત દરમ્‍યાન મુંબઇના વિલેપાર્લે વિસ્‍તારમાં આવેલ નરસિ મોનજી ઇન્‍સ્‍ટીટયુટ મેનેજમેન્‍ટ સ્‍ટડી, રામકૃષ્‍ણ આશ્રમ રાજકોટ તેમજ વારાણસી શહેરમાં આવેલ રામકૃષ્‍ણ મિશન હાઉસ ઓફ સર્વીસમાં કારકિર્દિ વિકાસ અંગે જરૂરી માહિતીઓ આપી હતી. તેમાં ૫૦ જેટલી વ્‍યક્‍તિઓએ હાજરી આપી હતી.

તેમણે આઇઆઇટી મુંબઇમાં તેમના ડીરેકટરોની સાથે વર્લ્‍ડ યુનીવરસીટી રેન્‍કિંગ પ્રોજેકટ અંગેની મિટિંગમાં હાજરી આપી હતી અને ત્‍યાર બાદ તેમણે મુંબઇમાં આવેલ નેરૂલ સ્‍કુલ અને ટેકનોલોજી, તથા અંડર ગ્રેજ્‍યુએટ વિદ્યાર્થીઓ સમક્ષ બે વિષયો પર ભીન્‍ન ભીન્‍ન પ્રકારના પ્રવચો આપ્‍યા હતા.

એકંદરે તેમણે તેમના ભારતના પ્રવાસ દરમ્‍યાન ફુલ્લે ૧૧ સત્રોમાં ૧૨૦૦ વિદ્યાર્થીઓ અને વિધ્‍વાનો જરૂરી માહિતી અને માર્ગદર્શન આપ્‍યું હતું.

ડો મનુ વોરા બ્‍લાઇન્‍ડ ફાઉન્‍ડેશન ફોર ઇન્‍ડીયાના સ્‍થાપક પ્રમુખ છે અને તેમની ટીમના સભ્‍યાએ અત્‍યાર સુધીમાં ચાર મીલીયન જેટલા દ્રષ્‍ટિ વિહોણા વિકલાંગ લોકોને મદદ કરવામાં આવેલ છે અને આવા કાર્યન સૌલોકો આવકારે છે અને તેથી આ સંસ્‍થા અભિનંદનને પાત્ર છે.  

(11:17 pm IST)