Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

‘‘અમે દરિયો જોયો ને તમે યાદ આવ્‍યા'': ‘‘લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે આ માણસ'': શ્રી ભાગ્‍યેશ ઝા, તથા શ્રી હિતેન આનંદપરાની કૃતિઓનો આનંદ માણતા અમેરિકાના ગુજરાતી સાહિત્‍ય વર્તુળના સભ્‍યો

ડલાસઃ યુ.એસ.માં ગુજરાતી સાહિત્‍ય વર્તુળ ડલાસ / ફોર્થવર્થ મેટ્રોપ્‍લેકસ દ્વારા ગુજરાતીના પ્રખર સાહિત્‍યકાર શ્રીભાગ્‍યેશ ઝા, તથા યુવાન કવિ હિતેન આનંદપરા સાથે બેઠક સુધીરભાઇ દવે તથા મીનાબેન દવેના ઘેર તારીખ ૨૪ એપ્રિલના રોજ સાંજે યોજાઇ હતી. બંને કવિઓએ તેમની જાણીતી કવિતાઓનું પઠન કર્યુ હતું. તથા તેમના સાહિત્‍ય અને ગુજરાતી ભાષાને લગતા પ્રશ્નોના ઉત્તરો આપ્‍યા હતા.

છેલ્લા ૧૨ વર્ષથી શ્રી સુરેશ જાની (દલાસ)દ્વારા સંકલન થઇ રહેલા બ્‍લોગ ગુજરાતી પ્રતિભા, પરિચય અંગે સંતોષ તથા આનંદ વ્‍યક્‍ત કરેલ શ્રી હિતેન આનંદપરાએ પોતાની કવિતાઓ સંભળાવી હતી. ‘‘લક્ષ્મીની જેમ જ લાગણીઓ ગણે છે આ માણસ બરાબર નથી. ને ઓછી પડે છે તો લડે છે આ માણસ બરાબર નથી''

પ્રેમ આખી જીંદગીનો મર્મ છે એ વિનાની સર્વ વાતો તર્ક છે શ્રી ભાગ્‍યેશ ઝાની કવિતાઓના આ ચૂંટેલા સેટ શ્રોતાઓને ખૂબ જ ગમી ગયા હતા ‘‘અમે દરિયો જોયો ને તમે યાદ આવ્‍યા ‘‘ અમે દરિયો ખોયોને તમે યાદ આવ્‍યા''

શ્રી ભાગ્‍યેશ ઝાએ તેમના સરકારી કામના આધાર પરથી એકિટવિસ્‍ટા અંગેની તેમણે લખેલી એક કવિતામાં જાહેર કામોમાં મિડીયા દ્વારા ઊભા કરાતા વિવાદ પર બેધડક કટાક્ષ કર્યો હતો. શ્રી A Gchi સાહેબ FunAsia માંથી આ પ્રસંગે ગુજરાતી સમાજના અગ્રણી ડો.કિરણ પારેખ, આભન રાવલ, દિલીપ શાહ, તથા સાહિત્‍ય વર્તુળના સભ્‍યો હાજર હતા. તેવું શ્રી સુભાષ શાહની યાદી જણાવે છે.

(11:16 pm IST)