Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

‘‘સુંદરકાંડ પાઠ'': અમેરિકાના મેરીલેન્‍ડમાં આવેલા મંગલ મંદિરમાં ૫મે ૨૦૧૮ શનિવારના રોજ પૂ.ગુરૂજી અશ્વિનભાઇ પાઠકના મધુર કંઠે સાંભળવાનો લહાવોઃ મંદિરની રજત જયંતિ પ્રસંગે આગામી ર જુનથી ૧૬ જુન દરમિયાન ધ્‍વજાહોરણ, કાર્નિવલ, સમૂહ સત્‍યનારાયણ કથા, યજ્ઞ સહિતના આયોજનો

મેરીલેન્‍ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, મેરીલેન્‍ડ મુકામે આગગામી ૫મે ૨૦૧૮ શનિવારના રોજ સાંજે ૫-૩૦ થી ૭-૩૦ કલાક દરમિયાન પ.પૂ.ગુરૂજી શ્રી અશ્વિનકુમાર પાઠકના મધુરકંઠે સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું છે. બાદમાં મહાપ્રસાદની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે.

મંદિરના ૨૫ વર્ષની ઉજવણી નિમિતે આગામી ૨ જુન ૨૦૧૮ના રોજ કેસર સ્‍નાન, ધ્‍વજારોહણ ભજન, આરતી તથા લંચ, ૩ જુનના રોજ ભવ્‍ય કાર્નિવલ, ૯ જુનના રોજ રેઇન ડેઇટ ફોર ર્કાનિવલ તથા સમૂહ સત્‍યનારાયણ કથા, સહિતના પ્રોગ્રામો, તથા ૧૦ જુનના રોજ યજ્ઞનું આયોજન કરાયું છે. ૧૬ જુનના રોજ ‘‘રાધેશ્‍યામને સથવારે-જયશ્રી કૃષ્‍ણ'' મ્‍યુઝીકલનું આયોજન છે જેની વિગત ટુંક સમયમાં પ્રસિધ્‍ધ થશે.

મંદિરની રજત જયંતિની ઉજવણી પ્રસંગે સોવેનિઅર પ્રસિધ્‍ધ કરાશે. તેવું મંદિરની યાદીમાં જણાવાયું છે.

(11:15 pm IST)