Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

દિલ્હીના અેક વેપારીઅે ગાય સામે કેસ કર્યોઃ પોલીસે સીસીટીવી કેમેરા ફુટેજના આધારે ગાયની શોધખોળ આદરી

નવી દિલ્હીઃ અેક વેપારીને ગાયે હડફેટે લેતા તેને ફ્રેકચર થતા વેપારીઅે ગાય સામે પોલીસ ફરિયાદ નોંધાવતા લોકોમાં રમુજ પ્રસરી છે અને પોલીસ પણ આ ગાયને શોધવા માટે ધંધે લાગી છે.

વાસ્તવમાં એક ગાય સાથે ટકરાવાને કારણે સ્કૂટર સવા વેપારીના પગમાં ફ્રેક્ચર થઈ ગયું. તે વેપારીએ સદર બજાર પોલીસ સ્ટેશનમાં કેસ ફાઈલ કર્યો છે. હવે પોલીસની દુવિધા છે કે આખરે ગાયની ઓળખ કઈ રીતે કરે? ગાય કોની છે તે પણ જાણ નથી. પોલીસ હવે CCTV ફૂટેજની મદદથી તપાસ કરી રહી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઈજાગ્રસ્ત વેપારી 45 વર્ષીય મોહમ્મદ શકીલ કૂચા દરિયાગંજ વિસ્તારમાં પરિવાર સહિત રહે છે. દિલ્હી ગેટમાં તેમનું હેર મશીન બનાવવાનું કારખાનું છે. તે બિઝનેસના કામથી સદર બજાર આવતા-જતા રહે છે.

27 એપ્રિલના રોજ સાંજે 7.15 વાગ્યે જ્યારે તે સ્કૂટીથી લાહૌરી ગેટથી સદર બજાર માર્કેટ જઈ રહ્યા હતા ત્યારે કુતુબ ચૌક તરફથી એક ગાય તેમની સામે આવી અને સ્કૂટી સાથે ટકરાઈ ગઈ. આ કારણે સ્કૂટી પડી ગઈ અને તેમના પગમાં ભાગે ઈજા થઈ.

એમ્બ્યુલન્સમાં તેમને LNJP હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં ખબર પડી કે પગમાં ફ્રેક્ચર થઈ ગયું છે. સદર બજાર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી તો પોલીસે કેસ ફાઈલ કર્યો. ગાયના રંગ-રુપ અને આકારના આધારે તપાસ કરવામાં આવી, પણ હજી સુધી ગાયની ઓળખ નથી થઈ શકી.

(6:31 pm IST)