Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

શુક્રવારે જીઅેસટી કાઉન્‍સીલની ૨૭મી બેઠકઃ રોજબરોજની અનેક વસ્‍તુઓ સસ્‍તી થવાની જાહેરાત કરાય તેવી શક્યતા

નવી દિલ્હીઃ કેન્‍દ્ર સરકાર દ્વારા શુક્રવારે જીઅેસટી કાઉન્‍સીલની ૨૭મી બેઠક મળશે. તેમાં મોદી સરકાર દ્વારા રોજબરોજની અનેક ચીજ વસ્‍તુઓ સસ્‍તી થાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

GSTની આ બેઠકને મહત્વપૂર્ણ ગણવામાં આવી રહી છે. તેમાં ઘણા જરૂરી ફેરફાર કરવામાં આવી શકે છે. એક્સપર્ટનું માનીએ તો GSTની આ બેઠક કર્ણાટકની ચૂંટણી પર અસર પાડી શકે છે. બેઠક બાદ રોજબરોજની વસ્તુઓ સસ્તી થઇ શકે છે. જોકે આ બેઠક બાદ ખાંડનું ભોજન અથવા તેનાથી બનતા વ્યંજનો પર અસર પડી શકે છે. સરકાર ખાંડ પર 5 ટકા સેસ લાગી શકે છે.

ગત બે મહિનાથી સતત પેટ્રોલ-ડીઝલના ભાવ આકાશને આંબી રહ્યાં છે. દિલ્હીમાં પેટ્રોલના ભાવ જ્યાં 5 વર્ષની ઉંચાઇ પર છે. તો બીજી તરફ ડીઝલના ભાવ અત્યાર સુધીના રેકોર્ડ સ્તર પર છે. પેટ્રોલ-ડીઝલની વધતી જતી કિંમતો વચ્ચે તેને GST ના દાયરામાં લાવવાની માંગ થઇ રહી છે. પરંતુ કેટલાક રાજ્યો તેનો વિરોધ કરી રહ્યાં છે. કારણ કે પેટ્રોલ-ડીઝલને GST ના દાયરામાં લાવતાં રાજ્યોને ટેક્સના માધ્યમથી થનારી કમાણી પર ભારે અસર પડશે. પરંતુ, જીએસટીના દાયરામાં આવતાં પેટ્રોલ-ડીઝલના ભાવ કાબૂમાં થશે અને મોટી હદે ઘટશે. એવામાં GST કાઉંસિલ તેના પર નિર્ણય લઇ શકે છે. 

ડિજિટલ લેણદેણને પ્રોત્સાહન આપવા માટે દુકાનદારોને પણ કેશબેક જેવા આકર્ષક ઓફરનો ફાયદો મળી શકે છે. તેના માટે સરકાર એક પ્રસ્તાવ પર વિચાર કરી રહી છે. આ પ્રસ્તાવમાં ડિજિટલ રીતે પેમેંટ કરનાર ગ્રાહકોને વધુમાં વધુ મૂલ્ય એટલે એમઆરપી પર છૂટનો ફાયદો મળી શકે છે. આ છૂટ એકવખતમાં 100 રૂપિયા સુધી હોઇ શકે છે. બીજી તરફ વેપારીને પણ તેના ડિજિટલ રીતે કરવામાં આવેલા વેચાણ પર કેશબેક મળશે. 

જીએસટીના દાયરામાં આગામી કરોડો વેપારીઓને કેંદ્ર સરકાર મોટી ભેટ આપી શકે છે. આ વેપારીઓને લગભગ દરમહિને 3 રિટર્ન ફાઇલ કરવાની મુશ્કેલીમાંથી છુટકારો મળશે. તેનાથી વેપારી પોતાનો બિઝનેસ સરળતાથી કરી શકશે. જોકે કાઉંસિલ સિંગલ રિટર્ન ફોર્મ લાવવા પર વિચાર કરી રહી છે. તેનાથી વેપારીઓનું કામ સરળ થશે અને દર ત્રણ મહિનામાં રિટર્ન ફાઇલ કરવાની સમસ્યામંથી છૂટકારો મળશે. તો બીજી તરફ જીએસટી રેવેન્યૂ વધવાની સંભાવના છે.

વેપારીઓનું કામ સરળ બનાવવા માટે ઘણા પ્રકારના વિકલ્પ શોધવામાં આવી રહ્યાં છે. ટેક્સ ભરવા માટે નવા ફોર્મમાં ટેક્સ પેમેંટ કરવાનું ચલન જનરેટ થશે. જોકે આ ઇનપુટ ટેક્સ ક્રેડિટ ઉપરાંત થશે. આ ઉપરાંત ક્રેડિટ રકમને એડિટ કરવાનો ઓપ્શન પણ થશે. 

(6:28 pm IST)