Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

જીઅેસટીનું કલેકશન ૧ મહિનામાં ૧ લાખ કરોડે પહોંચ્યુઃ અમલના ૧૦ મહિના દરમિયાન અેપ્રિલમાં સૌથી વધુ કલેકશન

નવી દિલ્‍હીઃ કેન્‍દ્ર સરકાર દ્વારા જીઅેસટીના અમલ બાદ ૧૦ મહિનાના ટૂંકાગાળામાં અેપ્રિલ મહિનામાં જીઅેસટીનું કલેકશન ૧ લાખ કરોડને પાર થઇ ગયું છે. નાણાં મંત્રાલયના તરફથી જણાવ્યા અનુસાર, એપ્રિલમાં કુલ GST કલેક્શન રૂ.1,03,458 કરોડ થયું છે. પ્રથમવાર GST કલેક્શન આટલા અંત સુધી પહોંચ્યું છે.

નાણા મંત્રાલયના જણાવ્યા અનુસાર, એપ્રિલ દરમિયાન દેશમાં કુલ રૂ.1,03,458 કરોડનો GST વસુલ થયો છે. તેમાં રૂ.18,652 કરોડ કેન્દ્રીય જીએસટી (CGST), રૂ. 25,704 કરોડ રાજ્યનો જીએસટી (SGST) અને રૂ.50,548 કરોડ ઇન્ટિગ્રેટેડ જીએસટી (IGST)ના છે. તે ઉપરાંત રૂ.8,558 કરોડનો સેસ પણ એકત્ર થયો છે. દેશમાં જીએસટીને લાગુ થયે 10 મહિના વીતી ચૂક્યા છે અને 10 મહિના દરમિયાન ક્યારેય પણ જીએસટીની વસૂલાત 1 લાખ કરોડ રૂપિયાને પાર થઇ નથી. જો કે સરકારને આગામી સમયમાં આ આંકડો પણ પાર થાય તેવી આશા રહેલી છે.

અત્રે નોંધનીય છે કે દેશમાં ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ 1 જુલાઇ 2017થી અમલમાં છે. નાણાંમંત્રી અરૂણ જેટલીએ કહ્યું કે, ખુશીની વાત છેકે GSTનો આંકડો 1 લાખ કરોડને પાર પહોંચી ચુક્યો છે. તેમજ તેના કારણે આર્થિક ગતિવિધિઓમાં પણ નોંધનીય વધારો થતો જોવા મળશે. આગામી સમયમાં ઈ-વે બીલ પ્રણાલીમાં સુધારો આવવાની સાથે જ GST કલેકશનમાં પણ વધારો થતો જોવા મળશે.

(6:21 pm IST)