Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd May 2018

કરો જલ્સાઃ હવે વિમાનમાં પણ મોબાઇલથી વાત થઇ શકશેઃ ટેલિકોમ્‍યુનિકેશન કમિશને છૂટ આપી

નવી દિલ્‍હીઃ વિમાનમાં મોબાઇલના ઉપયોગને ટેલિકોમ્‍યુનિકેશન કમિશને છૂટ આપી છે. આ નિર્ણય પછી સ્થાનિક અને વિદેશી હવાઇ મુસાફરી દરમિયાન મુસાફરો મોબાઇલ પર વાત કરી શકશે અને ઈન્ટરનેટનો પણ ઉપયોગ કરી શકશે.

ટેલિકોમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટની સર્વોચ્ચ નીતિ નિર્માણ સંસ્થાએ બેઠક દરમિયાન ઈન્ટરનેટ ટેલિફોન પર પણ ટેલિકોમ્યુનિકેશન રેગ્યુલેટરી ઓથોરિટી (ટ્રાઇ)ની ભલામણને મંજૂરી આપેલ છે.

ટેલિકોમ સચિવ અરુણ સુંદરરાજને પત્રકારોને જણાવ્યું હતું કે ટેલિકોમ્યુનિકેશન કમિશને ટ્રાઇ એક્ટ હેઠળ વધુ સારી ગ્રાહક ફરિયાદ નિવારણ સિસ્ટમ માટે લોકપાલની રચનાને મંજૂરી આપી છે.

લોકપાલની રચના ટ્રાઇ હેઠળ કરવામાં આવશે અને ટ્રાઇ એક્ટમાં સુધારાની જરૂર છે. તેમણે જણાવ્યું હતું કે દરેક ક્વાર્ટરમાં લગભગ એક કરોડ ફરિયાદો આવે છે. નવી રચના દ્વારા ગ્રાહકોની ફરિયાદોનું વધુ સારું અને સંતોષકારક નિવારણ લાવી શકાશે.

(6:18 pm IST)