Gujarati News

Gujarati News

News of Friday, 2nd April 2021

મમતાદીદી જો તમારામાં હિંમત છે તો જાહેર કરો કે ચૂંટણી હાર્યા બાદ રાજકારણથી સન્યાસ લઇશ

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના મમતા બેનરજીને કટાક્ષ પર મહુઆ મોઇત્રાએ આપ્યો જવાબ, વચ્ચે કુદી પડ્યા ગિરિરાજ

નવી દિલ્હી, તા. ર : પશ્યિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં સત્ત્।ા પર રહેલી તૃણમૂલ કોંગ્રેસ એ આ વખતે ભારતીય જનતા પાર્ટીના પડકારનો સામનો કરવો પડી રહ્યો છે. રાજયમાં બે તબક્કામાં મતદાન પૂર્ણ થઇ ગયુ છે અને રાજકીય વિશ્લેષકની માનીએ તો અત્યાર સુધી લગભગ મુકાબલો બરાબરીનો રહ્યો છે. ૧ એપ્રિલે મમતા બેનરજીની વિધાનસભા બેઠક નંદીગ્રામમાં મતદાન થયુ હતું. આ બેઠક પર દીદીનો મુકાબલો એક સમયના તેમના વિશ્વાસુ સહયોગી રહેલા અને હવે ભાજપના ઉમેદવાર શુભેંદુ અધિકારી સામે છે. પીએમ નરેન્દ્ર મોદી અને અમિત શાહ સહિત ભાજપના સીનિયર નેતાઓની માનીએ તો મમતા બેનરજી નંદીગ્રામમાં હારવાની છે. પીએમ મોદીએ પોતાની એક ચૂંટણી રેલીમાં મમતા દીદી પર કટાક્ષ કરતા કહ્યુ, મમતા બેનરજીને હારનો ડર સતાવી રહ્યો છે, માટે તે નંદીગ્રામમાં ડેરો નાખવા મજબૂર બની છે. દીદીએ ભવાનીપોર (કોલકાતાની પોતાની વિધાનસભા બેઠક) સીટ નંદીગ્રામ જવા માટે છોડી હતી. અહી આવ્યા બાદ તેમણે ભૂલનો અહેસાસ થયો. દીદીને નંદીગ્રામ ચાર દિવસથી ડેરો નાખવા મજબૂર થવુ પડ્યુ છે.પીએમ મોદીએ પૂછ્યુ હતું, શ્નદીદી શું તમે કોઇ અન્ય બેઠક પરથી ઉમેદવારી પત્ર ભરવા જઇ રહ્યા છો. પહેલા તમે નંદીગ્રામ ગયા અને લોકોએ તમને જવાબ આપી દીધો છે. તમે જયા પણ જશો, બંગાળના લોકો તમને સાચો જવાબ આપવા માટે તૈયાર બેઠા છે. પીએમ મોદીના આ પ્રહારનો મમતા બેનરજી તરફથી તો જવાબ ના આવ્યો પરંતુ ટીએમસી નેતા મહુઆ મોઇત્રાએ જવાબ આપ્યો છે. મહુઆએ લખ્યુ, શ્નશું બીજી બેઠકથી લડી રહ્યા છે? પીએમ મોદીએ મમતા બેનરજીને લઇને કટાક્ષ કર્યો છે. હાં શ્રીમાન પ્રધાનમંત્રીજી, તે લડશે અને આ વારાણસી હશે, માટે તમારી તૈયારી કરી લો.

મહુઆ મોઇત્રા તરફથી પીએમ મોદીને કરવામાં આવેલા કટાક્ષ પર આવેલા આ જવાબ પર ગિરિરાજ સિંહે પણ ટ્વીટ કરી જવાબ આપ્યો હતો. તૃણમૂલ સાંસદ મહુઆ મોઇત્રાના ટ્વીટનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી અને ભાજપના નેતા ગિરિરાજ સિંહે લખ્યુ, બનારસમાં મોદીજીને પડકાર આપવો મમતા દીદી અને તેમના સાથીઓની વાત નથી. સમગોત્રી હોવાને કારણે, એક વખત મારી વિરૂદ્ઘ પ્રયાસ કરો. દીદી જો તમારામાં હિમ્મત છે તો જાહેર કરો કે તમે નંદીગ્રામમાં ચૂંટણી હાર્યા બાદ રાજકારણમાંથી સંન્યાસ લઇ લેશો.મહત્વપૂર્ણ છે કે મમતા બેનરજીએ તાજેતરમાં એક ચૂંટણી સભા દરમિયાન પોતાનું ગોત્ર શાંડિલ્ય ગણાવ્યુ હતું અને ગિરિરાજ સિંહનું પણ આ ગોત્ર છે. પશ્યિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં જીત કોઇ પણ પાર્ટીની થાય પરંતુ આરોપ પ્રત્યારોપનો માહોલ ગરમ કરી દીધો છે અને પરિણામ રાજકીય નીરિક્ષક, પાર્ટી નેતાઓ સિવાય દેશના લોકો પણ રાહ જોઇ રહ્યા છે.

(4:06 pm IST)