Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના સામે લડાઈમાં ટિકટોક ઈન્ડિયા મેડિકલ ઇન્સ્ટ્રુમેન્ટ માટે 100 કરોડની સહાય કરશે:ટ્વીટર પર આપી જાણકારી

નવી દિલ્હીઃ કોરોના વાયરસ સામે લડવા માટે વડાપ્રધાન મોદીની અપીલ પર દેશના તમામ ક્ષેત્રોના જાણીતા લોકોએ દીલ ખોલીને ડોનેશન આપી રહ્યા છે. બોલીવુડમાંથી અક્ષય કુમાર, સલમાન ખાન, અમિતાભ બચ્ચન જેવા મોટા સ્ટાર્સે ડોનેશન આપ્યું. બિઝનેસ જગતમાંથી આનંદ મહિન્દ્રા, મુકેશ અંબાણી, અઝીમ પ્રેમજી સહિતના લોકો આગળ આવ્યા. રમત જગતમાંથી સચિન, વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા સ્ટાર્સે ડોનેશન આપ્યું. કોરોના વાયરસ સામેના યુદ્ધમાં હવે ટિકટોક ઈન્ડિયા પણ આગળ આવ્યું છે અને મોટી રકમનું દાન કર્યું. ટીકટોક ઈન્ડિયા દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

ટિકટોક ઈન્ડિયાએ ટ્વીટ કરતા લખ્યું કે, કોરોના વાયરસના વધતા સંકટને રોકવાની લડાઈમાં અમે 100 કરોડ રુપિયાના 4 લાખ મેડિકલ પ્રોટેક્ટિવ સૂટ અને ડોક્ટર્સ મેડિકલ સ્ટાફ માટે 2 લાખ જેટલા માસ્ક ડોનેટ કરી રહ્યા છીએ

(12:23 am IST)