Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

નિજામુદીન મરકજના તબલીગી જમાતમાં શામેલ ૯૬૦ વિદેશી નાગરિકોના વીઝા રદ, ગૃહમંત્રાલયએ કર્યા બ્‍લેક લિસ્‍ટેડ

ન્‍યુ દિલ્લીઃ ગૃહ મંત્રાલયએ નિજામુદીન તબલીગી જમાતમાં શામેલ વિદેશી નાગરિકોના પર્યટન વીઝા રદ કરી દીધા છે, ગૃહ મંત્રાલય ૯૬૦ વિદેશી નાગરિકોને બ્‍લેક લિસ્‍ટમાં નાખ્‍યા જમાત સંબંધિત ગતિવિધિઓમાં સામેલ થવા પર એમના પર્યટન વિઝા રદ કરવાનો નિર્ણય લેવાયો છે.

આ ઉપરાંત ગૃહ મંત્રાલયએ દિલ્લી પોલીસ અને અન્‍ય રાજયોના ડીજીપીને નિર્દેશ કર્યો છે તે વિદેશી નાગરિકો વિરૂધ્‍ધ વિદેશી એકટ ૧૯૪૬ અને આપદા પ્રબંધક અધિનિયમ ર૦૦પને લઇ કાનૂની કાર્યવાહી કરવાનો નિર્દેશ કર્યો છે. પર્યટન વિઝા પર આવેલ કોઇ ધાર્મિક કાર્યક્રમમાં શામેલ નથી થઇ શકતા, તબલીગી જમાતથી જોડાયેલ લગભગ ૯૦૦૦ લોકોની ઓળખ થઇ ચૂકી છે જેમાં ૪૦૦ લોકો કોરોના પોઝીટીવ છે.

(11:17 pm IST)