Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

યુરોપમાં બુજુર્ગો માટે જાન લેવા સાબિત થયો કોરોના, જીવ ગુમાવનાર ૯પ ટકાની ઉંમર ૬૦થી વધારે

કોરોના વાયરસનો કહેર યૂરોપીય દેશો પર વધારે જોવા મળી રહ્યો છે. ઇટલી, સ્પેન સહિત અધિકતર દેશોમાં હજારોની સંખ્યામાં લોકો જીવ ગુમાવી ચૂકયા છે. અન્ય દેશોની જેમ યૂરોપમાં પણ આ વાયરસ બુજુર્ગો માટે વધારે જાન લેવા સાબિત થયો છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના મુતાબિક યૂરોપમાં જાન ગુમાવનાર ૯પ ટકાથી વધારે લોકોની ઉંમર ૬૦ વર્ષથી વધારે હતી. આમાં યુવા પણ સુરક્ષિત નથી, ડોકટર કલૂગે કહ્યું આ ધારણા તથ્યાત્મક રૃપથી મોટી છે કે કોવિડ-૧૯ ફકત બુજુર્ગો પર પ્રભાવ પાડે છે, યુવા લોકો પણ આનાથી બાકાત નથી.

(11:12 pm IST)