Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના વચ્ચે રાજ્યોના પ્રયાસોની થયેલી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોની પ્રશંસા કરી

નવીદિલ્હી, તા. : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે આજે વિસ્તારપૂર્વક બેઠક યોજી હતી જેમાં વડાપ્રધાને રાજ્યોના પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમની કામગીરીની પ્રશંસા કરી હતી. વડાપ્રધાન કચેરી તરફથી જારી કરવામાં આવેલા નિવેદન મુજબ મુખ્યમંત્રીઓ સાથેની વાતચીત દરમિયાન જુદા જુદા રાજ્યોના મુખ્યમંત્રીઓએ તેમની વાત કરી હતી. બેઠકમાં વડાપ્રધાને તમામ રાજ્યોને ખેડૂતો પાસેથી અનાજની ખરીદી માટે એપીએમસી ઉપરાંત અન્ય પ્લેટફોર્મ ઉપર વિચારણા કરવા કહ્યું હતું. દવા, તબીબી સાધનો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કર્યું હતું.

(7:27 pm IST)