Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

શીઓમીએ એમઆઈ, રેડમી અને પોકો ફોનની કિંમતો વધારી

બીજીંગઃ મોબાઈલ નિર્માતા કંપની શાઓમીએ પોતાના એમઆઈ, રેડમી અને પોકો સ્માર્ટફોન્સની કિંમતો વધારવાનો નિર્ણય કર્યો છે. ગત મહીને જીએસટીના દર વધારીને ૧૨ થી ૧૮ કરાયા છે. શાઓમી ઈન્ડીયાના સીઈઓ જૈને ટ્વીટ કરી શાઓમી સ્માર્ટફોનની કિંમતોમાં વધારા અંગે માહિતી આપી હતી. આજથી જ નવી કિંમતો લાગુ થશે.હવે પોકો એકસ-૨ (૬ જીબી રેમ અને ૧૨૮ જીબી સ્ટોરેજ) ૧૭૯૯૯માં મળશે, જયારે ૬૪ જીબીનું મોડલ ૧૬૯૯૯, ૮ જીબી રેમ અને ૨૫૬ જીબી સ્ટોરેજના રૂ.૨૦૯૯૯ ચૂકવવાના રહેશે.ઓપ્પો એ-૫ના ૩ જીબી, ૪ જીબી, ૬ જીબી રેમના ત્રણેય મોડલની કિંમતમાં  ૧૦૦૦ રૂપીયાનો વધારો કરાયો છે. જયારે એફ-૧૫ રૂ.૨૧૯૯૦માં ખરીદી શકાશે.

(3:46 pm IST)