Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

ટીડીએસ ત્રિમાસિક પત્રક નહીં ભરવા પર પેનલ્ટી મોકૂફ

જીએસટીમાં નવા સરળ ફોર્મ ૧ ઓકટોબરથી અમલમાં

નવી દિલ્હી તા. ર :.. કોરોના ઇફેકટના કારણે કરદાતાઓને પડતી મુશ્કેલીનો ઉકેલ લાવવા અને તેમને થતી હેરાનગતિથી બચાવવા માટે સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેકસીસ - સીટીબીટી દ્વારા કેટલાંક પગલા ભરવામાં આવ્યા છે. આ અંતર્ગત હવે ટીડીએસના કેસમાં જો ત્રિમાસિક પત્રક નહીં ભરાય તો તેના પર લાગતી રોજની રૂ. ર૦૦ ની પેનલ્ટી હાલ મોકૂફ રાખવામાં આવી છે. બીજી તરફ જીએસટીમાં હાલમાં જે  રીટર્ન ચાલી રહ્યા છે તે જ અમલમાં રહેશે. નવા સરળ ફોર્મ આગામી તા. ૧ ઓકટોબરથી અમલમાં આવશે.

માર્ચ-એપ્રિલ ને મે નાં જીએસટી રિટર્ન ૩૦ જૂન સુધીમાં ભરવાના છે., જે સરળ અને સુગમ ફોર્મ ગઇ કાલે ૧ એપ્રિલથી અમલી થવાનાં હતા તે હવે ૧ ઓકટોબરથી અમલી થશે, સીનીયર સીટીઝન સહિતના તમામ નાગરીકોને ૩૧ માર્ચના ત્રિમાસિક વ્યાજ વગેરે પરનો ટીડીએસ કપાય નહીં એ માટેના ૧પ-જી અને ૧પ-એચ સહિતનાં ફોર્મ હવે ૩૦ જૂન સુધી ભરી શકાશે, કારણ કે ટીડીએસ અને ટીડીએસના માર્ચમાં પુરા થતાં ત્રિમાસીક પત્રક ભરવાની મુદત હવે વધારીને ૧પ મે અને ૩૦ મે થી વધારીને ૩૦ જૂન કરવામાં આવી છે, જો કે આ વધારવામાં આવેલી મુદતમાં આ પેમેન્ટ સાથે ૦.રપ ટકા લેખે વ્યાજ ભરવાનું રહેશે.

(3:41 pm IST)