Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

એક સપ્તાહમાં ભારતમાં કેસ બમણાંથી વધુ થયાઃ ૨૧ દિવસના લોકડાઉનના અંતે ૧૦૦૦૦ થશેઃ દેશનો મૃત્યુઆંક ૬૮

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છેઃ કેસ અટકવાના નામ જ નથી લેતાઃ એક સપ્તાહમાં કેસનો આંકડો બમણાંથી વધુ થઇ ગયો છેઃ તે જોતા ૨૧ દિવસનું લોકડાઉન થાય ત્યાં સુધીમાં કુલ આંકડો ૧૦,૦૦૦ને પહોંચે તેવી શકયતા છેઃ ગયા ગુરૂવારે દેશમાં કોરોનાનો આંકડો ૭૦૦નો હતો જ્યારે આજે વધીને ૨૦૦૦નો થયો છેઃ  ભારતમાં અત્યાર સુધીમાં કુલ ં૬૮ના મોત થયા છેઃ ૩૧ માર્ચથી ૧લી એપ્રિલ વચ્ચે દેશમાં ૪૩૭ કેસ નોંધાયા છેઃ છેલ્લા ૧૨ કલાકમાં ૧૩૧ કેસ નોંધાયાનું આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છેઃ ૩૩૫ કેસ સાથે મહારાષ્ટ્ર સૌથી પહેલુ છે તે પછી ૨૬૫ કેસ સાથે કેરળ બીજા ક્રમે છે

(3:16 pm IST)