Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

મોદી સરકારની રાજ્યોને ચેતવણી : લોકડાઉનમાં ઢીલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન ગણાશે

ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો

નવી દિલ્હી :કોરોના વાયરસને લઇને લોકડાઉનની અમલવારીમાં દાખવવામાં આવી રહેલી ઢીલાશને લઇને ગૃહ મંત્રાલયે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને પત્ર લખ્યો છે કે તેઓ લોકડાઉનનો કડકાઇથી અમલ કરાવે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ કહ્યું છે કે લોકડાઉનમાં રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા દાખવવામાં આવી રહેલી ઢીલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટનું ઉલ્લંઘન છે..

 ગૃહ સચિવે કહ્યું કે તાજેતરના દિવસોમાં જોવામાં આવ્યું છે કે અમુક રાજ્ય અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર દ્વારા ગૃહ મંત્રાલય દ્વારા અપાયેલા લોકડાઉનના ઉપાયોમાં ઢીલ દાખવવામાં આવી રહી છે.. તેથી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો કડકાઇથી કાયદાનો અમલ કરાવે.

  વાયરસના ડર વચ્ચે દિલ્હીના નિઝામુદ્દીનમાં સ્થિત તબલીગી જમાતના મરકજનો મામલો ગંભીર થઇ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે જમાતના કાર્યક્રમના કારણે કોરોના વાયરસના કેસ વધી રહ્યાં છે. 24 કલાકમાં સામે આવેલા સંક્રમણમાંથી 189 કેસ તબલીગી જમાતમાં સામેલ લોકોના છે. સાથે જ લોકોની તલાશમાં દેશભરમાં તલાશી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

(1:37 pm IST)