Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

અમેરિકન પત્રકારના હત્યારાની ફાંસીની સજા રદ : ફાંસીને બદલે 7 વર્ષની જેલ ફરમાવતી પાકિસ્તાન હાઇકોર્ટ : અન્ય ત્રણ આરોપીઓને નિર્દોષ જાહેર : એન્ટી ટેરિસ્ટ કોર્ટનો ચુકાદો રદ કરાયો

સિંધ : 2002 ની સાલમાં અમેરિકન પત્રકારની હત્યા કરવા બદલ અહમદ ઓમર શેખને એન્ટી ટેરિસ્ટ કોર્ટએ ફાંસીની સજા ફરમાવી હતી.જેને હાઇકોર્ટમાં પડકારવામાં આવતા સિંધ હાઇકોર્ટએ સતત પાંચ દિવસની સુનાવણી બાદ અગાઉનો ચુકાદો રદ કર્યો હતો.તથા આરોપીને ફાંસીને બદલે 7 વર્ષની જેલસજા ફરમાવી હતી.ઉપરાંત અન્ય 3 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા.તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

(1:34 pm IST)