Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોના સામે લડત : પૂર્વ ક્રિકેટર -સાંસદ ગૌતમ ગંભીરે બે વર્ષનો પગાર પીએમ ક્રેઝ ફંડ આપવા કર્યો નિર્ણય

તેમના ફાઉન્ડેશને ગરીબોમાં વહેંચવા માટે 20,000 ફૂડ પેકેટ તૈયાર કર્યા

નવી દિલ્હી : ભારતના પૂર્વ બેટ્સમેન અને સાંસદ ગૌતમ ગંભીરે કોરોના  સામેની લડતમાં પ્રશંસનીય પહેલ કરી છે. પૂર્વ દિલ્હીના સાંસદ ગૌતમ ગંભીરે પોતાનો બે વર્ષનો પગાર પીએમ કેર ફંડમાં દાન આપવાનો નિર્ણય લીધો છે. ગૌતમ ગંભીરે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે.

ગૌતમ ગંભીરનું માનવું છે કે આપણે દેશ માટે શું કરી શકીએ તે અંગે વિચાર કરવો જોઇએ. તેમણે કહ્યું, 'દરેક જણ પૂછે છે કે દેશે આપણા માટે શું કર્યું છે.' પરંતુ આપણે વિચારવું જોઇએ કે આપણે દેશ માટે શું કરી શકીએ. હું મારો બે વર્ષનો પગાર પીએમ કેર ફંડમાં આપું છું. '

આ અંતર્ગત, ગંભીર તેના મત વિસ્તારના ગરીબ લોકોને ફૂડ પેકેટનું વિતરણ કરી રહ્યો છે. ગંભીરે કહ્યું કે તેમના ફાઉન્ડેશને ગરીબોમાં વહેંચવા માટે 20,000 ફૂડ પેકેટ તૈયાર કર્યા છે

(1:33 pm IST)