Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

કોરોનાની તપાસ માટે વિશ્વભરમાં એપ્લીકેશનો લોન્ચ

ભારત સરકારે પણ એપ લોન્ચ કરી છે : યુઝર સંક્રમિત વ્યકિત પાસેથી પસાર થતા જાણ કરે છે

નવીદિલ્હીઃ અત્યાર સુધીમાં કોરોના વાયરસ અંગે માહિતી યુઝર્સને મળે અને તેને ફેલાતો રોકવા ટ્રેક પણ કરી શકાય તેવી અનેક એપ્સ વિશ્વભરમાં લોન્ચ થઈ છે. ઈઝરાયલે સૌથી વધુ ૭૦ એપ્સ લોન્ચ કરી છે. આવી જ એક એપનું કામ તે યુઝર્સના લોકેશનને ટ્રેક કરવાનું છે જે હોટ સ્પોટ પાસેથી પસાર થાય છે.

આ એપ સંક્રમણને ટ્રેક કરે છે અને યુઝરને બતાવે છે કે તે કોઈ કોરોના સંક્રમિત પાસેથી પસાર થઈ રહ્યા છે. આવી જ એક એપ વોકલ ફિંગરપ્રીન્ટ છે, જેનાથી કોરોનાની તપાસ કરી શકાય છે. એપ યુઝરના અવાજને રેકોર્ડ કરી જણાવે છે કે તેને સંક્રમણની આશંકા છે કે નહીં.

ભારત સરકાર દ્વારા પણ ''કોરોના કવચ'' એપ લોન્ચ કરવામાં આવી છે. જે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે.

(11:36 am IST)