Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

આયકર-જીએસટીના મોટા પ્રશ્નો મોઢુ ફાડીને ઉભા છે

નવું વર્ષ શરૂ તો થયું પણ કરદાતાઓને હાલ કઇ કઇ બાબતની ચિંતા છે

રાજકોટ, તા.૨: ૧. માર્ચ ૨૦૨૦ GST TDS / TCS રીર્ટન ભરવાની તા. ૧૦.૪.૨૦૨૦ છે જે મુદત વધી નથી. ૨. વેરા સમાધાન યોજના નો બીજો હપતો ભરવાની તા. ૩૦.૪.૨૦૨૦ છે આ મુદત વધી નથી. ૩. માર્ચ મહીનાના Petrol Pump અને Liquor Shop ના વેચાણ માટે માસિક પત્રકો તથા વેરો (વેટ) ભરવાની છેલ્લી તારીખ ૧૨/૦૪ છે તેની મુદત વધી નથી. ૪. ના. વર્ષ ૨૦૧૫-૧૬ ની આકારણી અંતે જો કોઇ ડીમાન્ડ ઉપસ્થિત થયેલ હોય તો તે ડીમાન્ડ ઉપસ્થિત થયાના ૩૫ દિવસમાં જમા કરાવવી ફરજીયાત છે. આ મુદતમાં કોઇ વધારો નથી થયો. ૫. ૨૦-૨૧ ના વર્ષમાં નિકાસ કરવા માટે નિકાસ પહેલા ન્શ્વ્ લેવું ફરજીયાત છે; સામાન્ય રીતે LUT વર્ષની શરુઆત થાય તે પહેલા લેવાની પ્રણાલી છે; અને અધિકારીઓનો આગ્રહ તેવો જ રહે છે અને આથી આ બાબત ચોખવટ જરૂરી છે. ૬. નામ. સર્વોચ્ચ અદાલતની સુચના મુજબ, વેટ સમયના ભરાયેલ વેરાની ક્રેડીટ મેળવવા માટે Tran ૧ અને Tran ૨ કે જે એવા વેપારીઓ ૩૧/૦૫ પહેલા ભરવાનું ફરજીયાત હતું જેઓએ તેની મુળ મુદતમા પ્રયત્ન કર્યા પછી પણ ભરી શકયા નથી. હવે આ લોકડાઉનને કારણે ફરી આ વેપારીઓ સદર ફોર્મ ભરાવા અસમર્થ થશે અને આથી આ રાહતમાં સ્વ-મેળે વધારો થાય તો ભવિષ્યમાં અનેક લીટીગેશન ઘટશે. ૭. સરકારી પરિપત્ર મુજબ ના. વર્ષ ૨૦૧૭-૧૮ અને કાયદા મુજબ નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ માટે રીફંડની અરજી ૩૧ માર્ચ ૨૦ પછી થઇ શકશે નહી અને આથી આ મુદતમા વધારો થાય માજે જે લોકો એ રીફંડ મેળવવાનું થાય તેઓને મુદત વધારવાની થાય છે. ૮. લોકડાઉન પૂરીયડ શરુ થયો ત્યાથી લોકડાઉન પીરીયડ પુરો થાય તે સમય ગાળો ઞ્લ્વ્ કમ્પલાયન્સ માટે ગ્રેસ પીરીયડ ગણાય અને GST પોર્ટલમાં ઓટોમેટીક લેટ ફી કેલ્કયુલેશનમા ગ્રેસ પીરીયડ કન્સીડર થાય તે જરૂરી છે. ૯. દરેક ટેક્ષ પેયર્સની GSTR1 ની મુદત વધી છે પરંતુ નિયમ ૩૬(૪) ના પરિપત્ર મુજબ ૧૧ તારીખ પછી સાદર થયેલ GSTR1 ની ઇનપુટ ટેક્ષ ક્રેડીટ મેળવવા માલ કે સેવા ખરીદતા હક્કદાર નથી અને તેથી આ પરિપત્રીય સુચનામા બદલાવ આવવો જોઇએ. ૧૦. અનેક ટેક્ષ વિવાદો ના સમાધાન માટે જે કોઇ અપિલ સંદર્ભે વિવાદ પર ઉપસ્થિત માંગણાની રીકવરી ન થાય તે માટે અપિલ અધિકારીશ્રીઓએ સ્ટે આપેલ હોય છે. આ સ્ટેની મુદત જો પુરી થતી હોય ત્યારે વેપારી પર રીકવરીના પગલા લેવામાં આવે છે; આથી આ દરેક સ્ટેના હુકમોની તારીખો આપમેળે વધવી જોઇએ. ૧૧. GST અપિલ ફાઇલીંગ માં ૩૦ દિવસ કરતાં વધુ ઢીલ ને દરગુજર કરવાની જોગવાઇ કાયદામાં જ નથી અને તેથી લોકડાઉન પીરીયડ પુરતુ ઢીલ દરગુજર થાય તે માટે કાયદો સુધારવો જરૂરી છે. ૧૨. GST અને VAT કાયદામાં જો કોઈ વેપારી વેરો ભરવા લાયક કે જવાબદાર બને તો, તેઓએ ૩૦ દિવસની અંદર રજીસ્ટ્રેશન માટે અરજી કરવી ફરજીયાત છે અન્યથા તેઓને જે તે દિવસે રહેલ સ્ટોક પર ચુકવેલ વેરાની ઇનપુટ ટેક્ષ ક્રેડીટ નથી મળતી આથી આ મુદતમાં લોકડાઉન પીરીયડ કન્સીડર થવો જોઇએ. ૧૩. અનેક વખત નવા રજીસ્ટ્રેશન નંબર લેતી વખતે અધિકારીને વધુ ખરાઇની જરૂર જણાય તો કરદાતા પાસે કોઇ વિગતો, પુરાવાઓ અથવા ચોખવટ માંગતા હોય છે. આ પ્રણાલીને ડેફીસ્યંન્સી મેમો અને તેનુ રિઝોલ્યુશન કર્યું એવી પ્રક્રિયા કહેવામાં આવે છે. કોમ્પ્યુટરાઇઝડ સિસ્ટમ હોવાથી ડેફિશ્યન્સી મેમોનો જવાબ કરદાતાએ ૧૫ દિવસની અંદર કરવાનો થાય છે અને આ લોકડાઉન પિરિયડનો ગ્રેસ અહીં ગણાવવો જોઈએ. ૧૪. માર્ચ મહિનાના અંતમાં અનેક વખત ભાગીદારીઓમાં બદલાવ આવતો હોય છે અને તેથી કર અધિકારીઓને તેની જાણ કરાવી ફરજીયાત હોય છે આ પ્રક્રિયાને રજીસ્ટ્રેશન એમેન્ડમેન્ટ કહેવા છે. દરેક બદલાવની જાણ કરવા માટે કાયદામાં અલગ અલગ સમયમર્યાદા આપેલ છે અને જો તે સમયમર્યાદામાં જાણ કરવામાં વેપારી ચૂક કરે તો તેના પર દંડ લાગે છે અને તેથી માટે કોઇ લોકડાઉનમાં રજીસ્ટ્રેશન એમેન્ડમેન્ટ પ્રોસિઝરને એડ કરવું ફરજીયાત છે.૧૫. ગુજરાતમાં ૩૧/૦૩/૨૦૨૦ ના રોજ નાણાકીય વર્ષ ૨૦૧૫-૧૬ ની આકારણી - ફેરઆકારણી જેવા કર્યો પુરા કરવા ફરજીયાત હતા અને લોકડાઉનને કારણે અનેક વેપારીઓ કે તેના પ્રતિનિધિઓ આ પ્રક્રિયામાં હાજર રહી શકેલ ન હતા અને તેથી એક પ્રકારે અડધા પુરાવાઓના આધારે અનેક કિસ્સામાં એકતરફી કહી શકાય તેવી આકારની થયેલ છે આવી આકારની સંદર્ભે કોઈ રિકવરી ન થાય અને તે દરેક કેઈસોને ફેર આકારણી કરાય તો દરેક વેપારીઓને ફાયદો થશે. ૧૬. ગુજરાત પહેલા અનેક રાજયોમાં કર્ફ્યુ કે લોકડાઉન જાહેર થયું હતું અને તેથી આપણા ગુજરાતના જે વેપારીઓ તે રાજયોના વેપારીઓ સાથે ધંધાકીય સંબંધ ધરાવતા હતા તે પૈકી અનેક જે તે રાજયોના વેપારીઓ પાર્સવેથી અમુક ધારાકીય ફોર્મસ કે પુરાવાઓ આકારણી સમયમાં ગુજરાતના અધિકારીઓને આપી શકયા નહિ અને તેથી તેઓ પાર ડિમાન્ડ ઉપસ્થિત થયેલ છે આવા કિસ્સાઓ આઇડેન્ટીફાઇડ કરવા અદ્યરા છે અને આથી જે કિસ્સામાં વેપારીઓ માર્ચ મહિનામાં થયેલ આકારણી સંદર્ભે વિનંતી કરે તે કિસ્સાઓ માં તેઓના કેસ અપીલ સિવાયના કિસ્સાઓમાં પણ ખુલવા જોઈએ અને તેઓની ફેર આકારણી થવી જોઈએ. ૧૭. લોકડાઉન પિરિયડ અંતર્ગત જે જે વેપારીઓ ઈ-વે બિલ ના કાયદા - પ્રણાલીનું પાલન ન કરી શકે તો તેના પર કોઈ કાર્યવાહી ન થાય તે જોવું જરૂરી છે; કારણ કે લોકડાઉન પિરિયડમાં દરેક વેપારી પોતાના પૂરતા સટાફ સાથે કામ કરતા નથી અને જે જે માલની મુવમેન્ટ થાય છે તે દરેક માલ જીવન જરૂરિયાત ના એટલે કે આવશ્યક ચીજવસ્તુ ધારામાં આવતા માલ જ છે અને તે દરેક માલ કોઈ ને કોઈ સરકારી નિયંત્રણ થી જ વાહન થાય છે. ૧૮. હાલ, જે વેપારીઓ જે ધંધો કરે છે કાર્ડ - બેન્ક કરતા રોકડ લઈને ધંધો કરે છે. આ વેપારીઓ ઇનકમ ટેક્ષના કાયદા હેઠળ દર્શાવેલ રૂ. ૧૦૦૦૦/- ની મર્યાદામાં રહી શકે તેમ ન પણ હોય અને તેથી આ લોકડાઉન પિરિયડ હેઠળ કરાયેલ કેસ લેવડદેવડને કારણે કોઈ વેપારીઓ પર દંડ ન થાય તે જોવું જરૂરી છે. ૧૯. ઇનકમ ટેક્ષ કાયદા હેઠળ જે કરદાતાઓના નાણાકીય વર્ષ ૧૮-૧૯ પહેલાના પત્રકો બાકી છે અને ભરવા ઈચ્છે છે તેઓએ કમિશનરશ્રીની પરવાનગી લેવાની છેલ્લી તારીખ ૩૧/૦૩/૨૦૨૦ છે અને તેથી આ મુદત વધે તો એવા અમુક મેઈન સ્ટ્રીમમાં આવવા ઇચ્છતા કરદાતાઓને ફાયદો થશે.

(11:35 am IST)