Gujarati News

Gujarati News

News of Thursday, 2nd April 2020

તબલીગી જમાત કાર્યક્રમ

૯૦૦૦ લોકો ઉપર કોરોનાનો ખતરો

દિલ્હીના નિઝામુદ્દીન ખાતેના કાર્યક્રમમાં ૭૬૦૦ ભારતીય અને ૧૩૦૦ વિદેશીઓ જોડાયા હતાઃ ગુજરાતના બે લોકો સામેલ થયા'તા

નવી દિલ્હી તા. ૨: કોરોના વાયરસના  સૌથી મોટા  હોટસ્પોટ બનીને ઉતરેલા દિલ્હીના નિઝામુદ્દીન સ્થિત મરકજમાં તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેનારાઓ માટે સરકારે સર્ચ ઓપરેશન શરૂ કર્યુ છે. ગુહ મંત્રાલય દ્વારા એકઠી કરાયેલી માહિતિ  અનુસાર તબલીગી જમાતના કાર્યક્રમમાં ભાગ લેવાથી લગભગ ૯૦૦૦ લોકો ઉપર કોરોના વાયરસનોખતરો મંડરાય રહ્યો છે. આખા કાર્યક્રમમાં ઓછામાં ઓછા  ૭૬૦૦ ભારતીયો અને ૧૩૦૦ વિદેશીઓ  જોડાયા હોવાની  આશંકા છે.  આ સંખ્યામાં વધારો થઇ શકે છે.

મળતા અહેવાલો મુજબ દેશમાં ૧લી એપ્રિલ સુધી ૧૦૫૧ લોકોને  કોરોન્ટાઇન કરાયા છે. તબલીગી જમાતના ૭૬૮૮ કાર્યકરોની ઓળખ થઇ છે અને તેમના  સંપર્કમાં આવેલા લોકોની ઓળખ  થઇ રહી છે કે જેથી તેઓને  કોરોન્ટાઇન કરી શકાય.

તબલીગી જમાત સાથે જોડાયેલા ૪૦૦ લોકો પોઝીટીવ જણાય છે. તામિલનાડુમાં ૧૯૦ , આંધ્રમાં  ૭૧, દિલ્હીમાં ૫૩, તેલંગણામાં ૧૨, આંદામાનમાં ૧૦, જમ્મુ-કાશ્મીરમાં ૬ તથા બે-બે ગુજરાત અને પૌંડીચેરીમાના છે.

જમાતમાં ભાગ લેનારા ૫૦૦૦ થી વધુ લોકોના 'વોચ' હેઠળ રખાયા છે. આમાંથી કેટલાકને રાજ્યોની હોસ્પિટલોમાં દાખલ કરાયા છે.

દિલ્હી પોલીસના  કહેવા મુજબ ૧૦ માર્ચથી  ૨૮ માર્ચ વચ્ચે કાર્યક્રમમાં ૬૫૦૦ થી ૭૦૦૦ લોકો આવ્યા હતા. જેમાં ૩૦૦ વિદેશી હતા મરકજ બાદ હજારો લોકો  દેશના વિવિધ ભાગોમાં  ચાલય ગયા છે. આમાંથી મોટી સંખ્યામાં  લોકો  સંક્રમિત હોય શકે છે અને આટલા દિવસોમાં તે પણ વાયરસ તે કોને - કોને પહોચાડ્યા છે તેની ચાવી મેળવવી અઘરી છે. (૩.૬)

(10:55 am IST)